Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

હવે ઝારખંડમાં જંગ થશે : પાંચ તબક્કામાં ચૂંટણી માટેનો નિર્ણય

ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરાયો : ૮૧ બેઠકોવાળી વિધાનસભા માટે ૩૦મી નવેમ્બરથી પાંચ તબક્કામાં મતદાન થશે : ૨૩ ડિસેમ્બરે પરિણામ : કાર્યક્રમ જાહેર થતા રાજકીય ગતિવિધી તીવ્ર

નવી દિલ્હી,તા. ૧ : મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. આને સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ચર્ચાઓનો અંત આવી ગયો હતો. ૮૧ સીટવાળી વિધાનસભા માટે પાંચ તબક્કામાં મતદાન થશે. ૨૩મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. આજે ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાની સાથે જ ઝારખંડમાં આચારસંહિતા અમલી બની ગઈ છે. પ્રથમ તબક્કામાં ૩૦મી નવેમ્બરના દિવસે, સાતમી ડિસેમ્બરના દિવસે બીજા તબક્કામાં, ૧૨મી ડિસેમ્બરના દિવસે ત્રીજા તબક્કામાં, ૧૬મી ડિસેમ્બરે ચોથા તબક્કામાં અને ૨૦મી ડિસેમ્બરના દિવસે પાંચમા તબક્કામાં મતદાન થશે. ઝારખંડમાં વર્તમાન વિધાનસભાની અવધી પાંચ જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે પૂર્ણ થઈ રહી છે.

           ચૂંટણી પંચ દ્વારા આજે કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવ્યા બાદ રાજકીય પક્ષોમાં ગતિવિધિ વધી ગઈ છે. તમામ લોકોનું ધ્યાન હવે ઝારખંડ ઉપર કેન્દ્રીત થઈ ગયુંછે. પ્રથમ તબક્કામાં ૩૦મી નવેમ્બરના દિવસે ૧૩ સીટો પર મતદાન થશે. જ્યારે સાતમી ડિસેમ્બરના દિવસે બીજા તબક્કામાં ૨૦ સીટો પર મતદાન થશે. ૧૨મી ડિસેમ્બરના દિવસે ત્રીજા તબક્કામાં ૧૭ સીટ પર મતદાન થશે. જ્યારે ૧૬મી ડિસેમ્બરના દિવસે ચોથા તબક્કામાં ૧૫ સીટ પર મતદાન થશે. જ્યારે પાંચમા અને અંતિમ તબક્કામાં ૨૦મી ડિસેમ્બરના દિવસે ૧૬ સીટ પર મતદાન થશે. ૨૩મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે.

              પ્રથમ વખત શારીરીક રીતે વિકલાંગ અને સિનિયર સિટીઝન માટે ઘરેથી બેઠા બેઠા પોસ્ટલ બેલેટની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમની પાસે પોલિંગ સ્ટેશને જઈને ઈવીએમથી મતદાન કરવાનું વિકલ્પ રહેશે અથવા તો ઘરેથી પોસ્ટલ બેલેટ મારફતે મતાધિકારન ઉપયોગ કરી શકશે. ૮૧ સભ્યોની ઝારખંડ વિધાનસભામાં  સરકાર બનાવવા માટે કોઈ પાર્ટી અથવા તો ગઠબંધનને ઓછામાં ઓછી ૪૧ સીટો જીતવાની જરૂર રહેશે. શાસક પક્ષ ભાજપ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન ગઠબંધન સરકારની સામે સરકાર બચાવવાનો પડકાર રહેશે. છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૩૭ અને તેના સાથી પાર્ટીએ ૫ સીટો જીતી હતી. ત્યારબાદ રઘુવરદાસના નેતૃત્વમાં સરકારની રચના કરવામાં આવી હતી. જેની પાંચ વર્ષની અવધી પૂર્ણ થઈ ચુકી છે. ૨૦૧૪માં વિધાનસભા ચૂંટણીમાં કુલ ૮૧ સીટોમાંથી ભાજપે ૩૭ ઉપર જીત મેળવી હતી. એજેએસયુ દ્વારા પાંચ સીટો જીતવામાં આવી હતી.

                  ઝારખંડ મુક્તિ મોરચાની ૧૯ સીટો હતી. બાબુલાલ મારન્ડીના ઝારખંડ વિકાસ મોરચાએ આઠ સીટો જીતી હતી. મોડેથી તેના છ સભ્યો ભાજપામાં સામેલ થઈ ગયા હતા. કોંગ્રેસે સાત સીટો જીતી હતી. જ્યારે અન્યોના ખાતામાં છ સીટો ગઈ હતી. ચૂંટણી ખર્ચ ઉપર નજર રાખવામાં માટે દરેક જિલ્લામાં ઈન્કમ ટેક્સના અધિકારી તૈનાત કરવામાં આવશે. પોલિગ સ્ટેશનોમાં ૨૦ ટકાનો વધારો થયો છે. ઝારખંડમાં મતદાર યાદીમાં કુલ ૨.૨૬૫ કરોડ મતદારો છે. ૧૨મી ઓક્ટોબરના દિવસે અંતિમ મતદાર યાદી જારી કરવામાં આવી હતી. રાજ્યના ૧૯ જિલ્લાઓમાં ૬૭ સીટો નક્સલવાદી ગ્રસ્ત છે. ૧૯ જિલ્લા સંવેદનશીલ છે. જેમાંથી ૧૩ જિલ્લા અતિસંવેદનશીલ છે.

ઝારખંડ ચૂંટણી કાર્યક્રમ

નવી દિલ્હી, તા. ૧ : ઝારખંડમાં આજે વિધાનસભા ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે જ રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી. ૮૧ સીટવાળી વિધાનસભા માટે પાંચ તબક્કામાં મતદાન થશે. ૨૩મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. આજે ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાની સાથે જ ઝારખંડમાં આચારસંહિતા અમલી બની ગઈ છે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ ઝારખંડમાં હવે રાજકીય ગતિવિધિ વધશે. સાથે સાથે રેલીઓનો દોર શરૂ થશે. તમામ રાજકીય પક્ષ સંપૂર્ણ તાકાત લગાવશે. વિધાનસભા કાર્યક્રમ નીચે મુજબ છે.

*   ૩૦મી નવેમ્બરના દિવસે પ્રથમ તબક્કામાં ૧૩ સીટો માટે મતદાન થશે

*   સાતમી ડિસેમ્બરના દિવસે બીજા તબક્કામાં ૨૦ સીટો પર મતદાન થશે

*   ૧૨મી ડિસેમ્બરના દિવસે ત્રીજા તબક્કામાં ૧૭ સીટો પર મતદાન થશે

*   ૧૬મી ડિસેમ્બરના દિવસે ચોથા તબક્કામાં ૧૫ સીટો માટે મતદાન થશે

*   ૨૦મી ડિસેમ્બરના દિવસે પાંચમા અને અંતિમ તબક્કામાં ૧૬ સીટો માટે મતદાન થશે

*   ૨૩મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે

ચૂંટણીની ખાસ બાબતો

નવી દિલ્હી,તા. ૧ : મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. આને સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી ચર્ચાઓનો અંત આવી ગયો હતો. ૮૧ સીટવાળી વિધાનસભા માટે પાંચ તબક્કામાં મતદાન થશે. ચૂંટણીની ખાસ બાબતો નીચે મુજબ છે.

પોલિગ સ્ટેશનોમાં વધારો.......................... ૨૦ ટકા

અપડેટેડ વોટર લિસ્ટમાં કુલ મતદારો ૨.૨૬૫ કરોડ

અંતિમ મતદાર યાદી જારી........... ૧૨મી ઓક્ટોબર

કુલ નક્સલગ્રસ્ત સીટો..................................... ૬૬

જિલ્લા અતિસંવેદનશીલ................................... ૧૩

જિલ્લા સંવેદનશીલ.......................................... ૧૯

મતદાન થશે............................................ ૫ ચરણ

મતગણતરીના તારીખ................... ૨૩મી ડિસેમ્બર

અવધી પૂર્ણ થશે.................... ૫ જાન્યુઆરી ૨૦૨૦

(7:55 pm IST)