Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

શ્રીનગર સહિત જુમ્માની નમાઝ ઉપર પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા : એલઓસી ઉપર બારૂદી સુરંગો ધડાધડ ફૂટતી હોય ભયનો માહોલ

જમ્મુ કાશ્મીર ખીણમાં ફરી એક વાર જુમ્મે (શુક્રવાર)ની નમાઝ ઉપર પ્રતિબંધ જોવા મળી રહ્યા છે : પુંછ જિલ્લાના મનકોટ સેકટરમાં એલઓસી ઉપર જંગલી ઈલાકામાં સતત બીજા દિવસે બારૂદી સુરંગોના વિસ્ફોટો થાય છે જેના કારણે લોકોમાં ભારે ભય ફેલાયો છે : જુમ્માની નમાઝ દરમિયાન રાષ્ટ્રદ્રોહી તત્વો શાંતિના માહોલને બગાડે નહિં તે માટે અનેક વિસ્તારોમાં પ્રતિબંધો લગાડવાની સાથે સુરક્ષાદળોની સંખ્યા વધારી દેવામાં આવી છે જેની અસર જનજીવન ઉપર પડેલી છે : સુરક્ષાદળોએ અનેક જગ્યાએ અવરોધકો પણ લગાડ્યા છે : સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે દર વખતની જેમ આ વખતે પણ ઐતિહાસિક જામ્યા મસ્જીદ, હઝરત બાલ દરગાહ અને ખાનકાહ મૌલામા નમાઝ-એ-જુમ્માની આઝાન થઈ નહોતી : લેફટનન્ટ ગર્વનર ગીરીશચંદ્ર મોરમુએ હોદ્દો સંભાળી કાર્યવાહી શરૂ કરી દીધી છે અને અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે જમ્મુ અને કાશ્મીરના તમામ વિભાગો પહેલાની જેમ કામ કરવા માંડશે : છેલ્લા ત્રણ દિવસમાં કાશ્મીરમાં સતત આતંકી ઘટનાઓના પગલે વહીવટીતંત્રે શ્રીનગરના ડાઉન - ટાઉન સહિત તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પ્રતિબંધો લાગુ કર્યા છે જયારે સિવિલ લાઈન્સ વિસ્તારમાં કોઈપણ પ્રકારની રોક-ટોક નથી : આ પ્રતિબંધોને લીધે શ્રીનગરની સડકો ઉપર વિતેલા દિવસોની અપેક્ષાએ વાહનોની સંખ્યા ખૂબ ઓછી જોવા મળે છે

(5:30 pm IST)