Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

કોંગ્રેસની મીટીંગમાં વરવા દૃશ્યોઃ પ્રધાનની હાજરીમાં મારામારી

રાજસ્થાનના કોટા ખાતે નગરપાલિકાની ચૂંટણી માટેની મીટીંગમાં બઘડાટી

કોટા : જીલ્લા પ્રભારી અને રાજયના પરિવહન પ્રધાન પ્રતાપસિંહ ખાચરીયાવાસની સામે જ કૈથુનમાં આવેલ વિભિષણ ધર્મશાળામાં ગઇકાલે થયેલી કોંગ્રેસની મીટીંગમાં કાર્યકર્તાઓ વચ્ચે જોરદાર મુક્કાલાત થઇ હતી. આ માથાકુટને જોઇને પ્રધાન પ્રતાપસિંહ ખાચરિયા  મીટીંગ છોડીને રવાના થઇ ગયા હતાં. ખાચરીયાવાસ કૈથુન નગરપાલિકાની ચૂંટણી માટે ટિકીટ વિતરણ અંગેની મીટીંગમાં આવ્યા હતાં.

આ મીટીંગમાં કોટાના કોંગ્રેસ કાર્યકર્તા શિવરાજગુંજલ પણ ગયા હતાં. ત્યાં નઇમુદીન ગુડ્ડુએ ગુંજલને કહયું કે કૈથુનમાં તમારૃં શું કામ છે ? તમે અહીંના નેતા કયારથી થઇ ગયા...? ગુંજલે કહ્યું કે કોંગ્રેસી કાર્યકર પક્ષની મીટીંગમાં ગમે ત્યાં જઇ શકે છે. આ બાબત પર બખેડો શરૂ થયો હતો. તે દરમ્યાન ભુતપૂર્વ નગરપાલિકા પ્રમુખ નસરૂદીન આવ્યા તો ગુડ્ડુના ટેકેદારોએ મારા મારી શરૂ રી હતી. પછી તો બન્ને પક્ષ તરફથી મારા મારી શરૂ થઇ ગઇ હતી.

નગરપાલિકના ભુતપૂર્વ પ્રમુખ નસરૂદીન અંસારીએ કૈથુન પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરીને નઇમુદીન અને તેના ટેકેદારો પર તેમની સાથે મારપીટ અને અપમાન કરવાની ફરીયાદ નોંધાવી છે. પોલીસ અધિકારી રાજેશ સોનીએ જણાવ્યું કે રિપોર્ટ મળ્યો છે અને તપાસ ચાલુ છે.

પ્રતાપસિંહ ખાચરીયા બસે કહયું હતું કે કાર્યકરો ઉત્સાહમાં હતા, ચૂંટણીની પ્રતિસ્પર્ધામાં આવુ કયારેક બની જાય છે. ત્યાં થોડી ધકકા-મુકકી થઇ હતી પણ પછી શાંતિ થઇ ગઇ હતી. દરેક કાર્યકર કોંગ્રેસની ટીકીટ પર ચૂંટણી લડવા ઇચ્છે છે એટલે જોશમાં ને જોશમાં આવું બની ગયું. જયારે કોંગ્રેસના પ્રદેશ સચિવ નઇમુદીન ગુડ્ડુએ કહયું કે મીટીંગમાં કોઇ પ્રકારની મારા મારી નહોતી થઇ. કાર્યકર્તાઓ જોશમાં હોવાથી કોઇને લાગી ગયું હોય તો ખબર નથી. મેં અને મારા પુત્રએ કોઇ સાથે મારા મારી  ન હોતી થઇ. કાર્યકર્તાઓ જોશમાં હોવાથી કોઇને લાગી ગયું હોય તો ખબર નથી. મેં અને મારા પુત્રએ કોઇ સાથે મારા મારી નથી કરી. કેટલાક લોકો આ ઘટનાને વધારીને રજૂ કરી રહ્યા છે. (

(3:29 pm IST)