Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

તમારા નીડર નિર્ણયો મને માર્ગદર્શન આપશેઃ દાદીની પુણ્યતિથિએ રાહુલ ગાંધીની શ્રધ્ધાંજલી

ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિતે સોનિયા ગાંધી- મનમોહન સીંઘે શ્રદ્ધાંજલિ આપી

નવીદિલ્હી,તા.૧: દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની  ૩૫મી પૃણ્યતિથિ  પ્રસંગે ઈન્દિરા ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મોનમોહનસિંહ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી સહિત ઘણા મોટા નેતાઓએ શ્રધ્ધાંજલિ આપી, બધા નેતા ઈન્દિરા ગાંધીના સ્મારક સ્થળ શકિત સ્થળે પહોંચ્યા અને પુષ્પાંજલિ અર્પિત કરી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની દાદી અને દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની પૂણ્યતિથિ પર યાદ કર્યા તેમણે ટવીટ કરી કહ્યું, આજે મારી દાદી શ્રીમતી ઈન્દિરા ગાંધીજીનો બલિદાન દિવસ છે તેમના ફૌલાદી ઈરાદા અને નિડર નિર્ણયોની સીખ દરેક કદમ પર મારૃં માર્ગદર્શન કરતા રહેશે તમને મારૃં શત્ શત્ નમનઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટવીટ કરી કહ્યું આ તે પ્રથમ શ્લોક છે જે અમારી દાદીએ મારા ભાઈ અને મને શીખવ્યો હંમેશા અમને જોઈને એની પહેલી પંકિત બોલતા હતા અને અમે તેને પૂરી કરતા હતા આજે એની છેલ્લી પંકિત દિલમાં ગૂંજી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટવીટ કરી કહ્યું કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઈન્દિરા ગાંધીને તેમની પૂણ્યતિથિ પર વિનમ્ર શ્રધ્ધાંજલિ, ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ દિલ્હીના મેજર ધ્યાનચંદ  સ્ટેડિયમથી ઈન્દિરા ગાંધીને યાદ કરતા શ્રધ્ધાંજલિ આપી. ૩૧ ઓકટોબર ૧૯૮૪એ ઈન્દિરા ગાંધીને બે સુરક્ષા ગાર્ડ સતવંતસિંહ અને બેયંતસિંહે તેમના આવાસ પર તેમની હત્યા કરી દીધી હતી. ૩૦ ઓકટોબર ૧૯૮૪ ઈન્દિરા ગાંધીએ ભુવનેશ્વરમાં એક જનસભામાં કહ્યું હતું, હું આજે અહીયા છું. કદાચ કાલે ના રહું મને ચિંતા નથી. હું રહું કે ના રહું મારૂ લાંબુ આયુષ્ય રહ્યું છે અને મને આ વાતનો ગર્વ છે કે મે મારૃં આખું જીવન મારા લોકોની સેવામાં વિતાવ્યો છે. હું મારા છેલ્લા શ્વાસ સુધી આમ કરતી રહીશ. જયારે હું મરીશ તો મારા લોહીનું એક એક ટીપું ભારતને મજબૂત કરવામાં લાગશે.

(3:28 pm IST)