Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

૫૦ કરોડથી વધુ ટર્નઓવર કરતા વેપારીઓ માટે ડીજીટલ પેમેન્ટ ફરજીયાત

બેકિંગ સહિતના ક્ષેત્રોના નિયમોમાં આજથી થયા બદલાવ

નવી દિલ્હી,તા.૧:દેશમાં બેંકીંગ સહીતનાં ક્ષેત્રોનાં નિયમોમાં આજથી મહત્વના બદલાવ થવા જઈ રહ્યા છે તેની આમ આદમીને સીધી અસર થઈ શકે છે.

દેશની સૌથી મોટી સહકારી બેંક ઓફ ઈન્ડીયા દ્વારા આજથી ડીપોઝીટ પરના વ્યાજદરમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રાહકો પાસેથી એમડીઆર પણ વસુલવામાં નહી આવે. અમુક રાજયોમાં બેંકીંગ કામકાજનાં સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

નાણા મંત્રાલય દ્વારા પેમેન્ટનાં નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ૫૦ કરોડથી અધિકનું ટર્નઓવર ધરાવતાં વેપારીઓ માટે ડીજીટલ પેમેન્ટ ફરજીયાત કરવામાં આવ્યું છે. જોકે ગ્રાહકો કે વેપારીઓ પાસેથી એમડીઆર અથવા અન્ય કોઈ ચાર્જ વસુલવામાં નહી આવે. સ્ટેટ બેંકે એક લાખની થાપણો પરનો વ્યાજદર ૩.૫૦ ટકાથી દ્યટાડીને ૩.૨૫ ટકા કર્યો છે. એક લાખથી વધુની થાપણો પર અગાઉનાં ધોરણે જ વ્યાજ મળશે. વ્યાજદરને રેપોરેટ સાથે જોડવાની અગાઉ જાહેરાત કરી જ છે હાલ રેપોરેટ ૩ ટકા છે.

સ્ટેટ બેંક સિવાય અલ્હાબાદ બેંકે પણ વ્યાજદર દ્યટાડો લાગુ પડયો છે.

બીજી તરફ મહારાષ્ટ્રમાં બેંકોનાં કામકાજનાં સમયમાં બદલાવ થયો છે સવારે ૯ થી સાંજે ચારનો સમય કરવામાં આવ્યો છે.

(3:25 pm IST)