Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

મોદીના પ્રભાવશાળી નિર્ણયથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થપાશે

કાશ્મીર અને કલમ ૩૭૦ મુદ્દે પ્રભાવશાળી અમેરીકી સાંસદે મોદીના ભરપેટ કર્યો વખાણ

નવી દિલ્હી,તા.૧:અમેરિકાના એક પ્રભાવશાળી સાંસદે ગુરૂવારના રોજ સંવિધાનની અસ્થાયી જોગવાઇને હટાવતા જમ્મુ-કાશ્મીર માટે ઉઠાવામાં આવેલા શ્નબોલ્ડ પગલાંલૃને લઇ પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. આપને જણાવી દઇએ કે ૩૧જ્રાક ઓકટોબરથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવી ગયા, તેની જાહેરાત ૫જ્રાક ઓગસ્ટના રોજ કરાઇ હતી. સરકારે રાજય પાસેથી ખાસ દરજ્જો હટાવતા તેને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં  વિભાજીત કરી દીધા હતા.

સાંસજ જયોર્જ હોલ્ડિંગે ગૃહમાં ગુરૂવારના રોજ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી અને સાંસદે જે પગલું ઉઠાવ્યું છે તે જરૂરી હતું. આ ક્ષેત્રમાં દીર્ધકાલીન સ્થિરતા માટે જરૂરી છે અને તેની પ્રશંસા થવી જોઇએ. રિપબ્લિકન સાંસદે કહ્યું કે ભારતીય સંસદે જમ્મુ-કાશ્મીર સ્ટેટસમાં ફેરફાર કરવાના પ્રસ્તાવને રજૂ કર્યો અને જોગવાઇઓની બદલી જે આર્થિક વિકાસમાં અડચણરૂપ હતી અને અલગતાવાદીની ભાવનાને પ્રોત્સાહિત કરી રહ્યા હતા.

તેમણે કહ્યું કે અત્યાર સુધી કાશ્મીરમાં કલમ ૩૭૦ની અંતર્ગત શાસન થતુ આવ્યું છે જો કે કાયદાની જૂની જોગવાઇઓ હતી અને ભારતીય સંવિધાનના મતે અસ્થાયી વ્યવસ્થા હતી. કલમ ૩૭૦એ સંભવતૅં એ લોકો માટે સારું કામ કર્યું હશે જેમની રાજકીય પહોંચ હતી, પરંતુ તેના લીધે સામાન્ય લોકોને આર્થિક તક મળતી નહોતી.

હોલ્ડિંગે કહ્યું કે કલમ ૩૭૦ની  લીધે પાકિસ્તાનમાં હાલ કેટલાંય સંગઠનોને ભારતમાં આતંકવાદ ફેલાવામાં મદદ મળી રહી હતી, તેનાથી સામાન્ય વ્યકિત અને પરિવાર પરેશાન હતા. આતંકવાદ અર્થતંત્રને પણ પ્રભાવિત કરી રહ્યા હતા આથી મોદી સરકારે જૂની નીતિને યથાવત રાખવાની હતી અથવા તો પછી ક્ષેત્રને કાયદાકીય દરજ્જો બદલાતા તેને પ્રગતિના પથ પર લઇ જવાનો હતો.

તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકો શ્રેષ્ઠ જિંદગી ડિઝર્વ કરે છે અને પીએમ મોદી દ્વારા બોલ્ડ સ્ટેપ ઉઠાવવો બિલકુલ યોગ્ય છે. સંસદમાં બે તૃત્યાંશ બહુમતીથી જમ્મુ-કાશ્મીરનો દરજ્જો બદલાઇ ગયો. જો કે સુધારાની જરૂરિયાત પર સહમતિને દર્શાવે છે. બદલાવ બાદ પણ અડચણ ઉભી કરવાની ઇચ્છા ધરાવતા લોકો હિંસાને પ્રોત્સાહિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં હાલના આતંકી સંગઠનોએ તાજેતરમાં જ સામાન્ય નાગરિકોને બહાર નીકાળ્યા, કામ કરવા અને જાહેર સ્થળોમાં ના જવાની ચેતવણી આપતા પોસ્ટર ચિપકાવ્યા હતા. આ ગ્રૂપ હજુ પણ સરહદ પર આતંકવાદને પ્રોત્સાહિત કરવામાં લાગ્યા છે અને સામાન્ય નાગરિકો અને બાળકો પર પ્રહારો કર્યા છે. આતંકી સંગઠનોએ પ્રવાસી મજૂરો અને સફરજનના વેપારમાં સામેલ લોકો પર હુમલો કર્યો છે.

હોલ્ડિંગે આગળ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે ત્યાં શાંતિ અને સ્થિરતા આવે. આમ આદમી અને પરિવાર ખુદને સુરક્ષિત મહેસૂસ કરે જો તેઓ કામ માટે દ્યરથી બહાર નીકળે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની મોટાભાગની જોગવાઇઓને સમાપ્ત કરી દીધા બાદ આતંકી ટ્રક ડ્રાઇવરોને નિશાન બનાવી રહ્યા છે તેમાંથી મોટાભાગના લોકો એ છે જે કાશ્મીરથી બહારના લોકો છે. પાછલા દિવસોમાં કુલગામ જિલ્લામાં પશ્યિમ બંગાળના ૫ શ્રમિકોની હત્યા કરી દીધી. તો છેલ્લાં ત્રણ સપ્તાહમાં ચાર ટ્રક ડ્રાઇવરોને મારી નાંખ્યા છે.

(3:25 pm IST)