Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

મુંબઇના ભીંડીબજારમાં ભીષણ આગ ભભૂકી : સાત ફાયર ફાયટર પહોંચ્યા

સડક પર ઊભેલી બે કાર અને દસ બાઈક પણ આગની ઝપેટમાં આવી જતાં બળીને રાખ

મુંબઇ: મુંબઇના ભીંડીબજારની એક દુકાનમાં લાગેલી આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતાં સાત ફાયર ફાયટર ધસી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હરિ

આગ કેવી રીતે લાગી એ જાણવા મળ્યું નહોતું પરંતુ એમ મનાય છે કે શોર્ટ સર્કિટથી આગ લાગી હશે. આગ એટલી ઝડપથી આસપાસ પ્રસરી ગઇ કે સડક પર ઊભેલી બે કાર અને દસ મોટરસાઇકલ પણ આગની ઝપેટમાં આવી જતાં બળીને રાખ થઇ ગઇ હતી.

  આ વિસ્તારમાં અત્યંત ગીચ વસતિ અને સાંકડી શેરી ધરાવતાં મકાનો છે એટલે અગ્નિશમન દળ કે પોલીસ યા એમ્બ્યુલન્સ ઝડપથી અવરજવર કરી શકતાં નથી. આગ બુઝાવવામાં પણ આ જ કારણે ફાયર બ્રિગેડને મુશ્કેલી પડી હતી. અત્યંત સંકડાશ અને ભારે ભીડના કારણે લાયબંબા આગવાળી દુકાન સુધી પહોંચી શક્યા નહોતા એટલામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું

(1:51 pm IST)