Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

મધ્ય પ્રદેશ સરકાર દ્વારા મિડ-ડે મિલમાં ઇંડાનો સમાવેશ

ભાજપે કર્યો વિરોધ કહ્યું કે જો બાળકોને નોન-વેજ ખોરાક અપાશે તો તેઓ નરભક્ષી બની શકે છે

ભોપાલ : મધ્ય પ્રદેશ સરકાર દ્વારા મિડ-ડે મિલમાં ઇંડાનો સમાવેશ કરવાના નિર્ણયનો વિરોધ કરતા ભાજપના વરિષ્ઠ નેતાએ અજીબોગરીબ તર્ક આપ્યો છે. ભાજપના નેતા ગોપાલ ભાર્ગવે જણાવ્યું કે જો બાળકોને નોન-વેજ ખોરાક આપવામાં આવશે તો તેઓ નરભક્ષી બની શકે છે.

  મધ્ય પ્રદેશની કમલનાથ સરકારે આંગણવાડીઓમાં તાત્કાલિક ધોરણે બાળકો અને ગર્ભવતી મહિલાઓને તેમના ખોરાકમાં ઇંડા સામેલ કરવાની જાહેરાત કરી છે. જે બાદ ભાજપે સરકારના આ નિર્ણયને ધાર્મિક ભાવનાઓ સાથે છેડછાડ સમાન ગણાવ્યો છે. ગોપાલ ભાર્ગવે જણાવ્યું કે સરકાર જે બાળકો ઇંડા નથી ખાતા તેમને પણ ખાવા માટે મજબૂર કરી રહી છે.

(1:38 pm IST)