Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

મહારાષ્ટ્રમાં શિવસેના સ્થિર સરકાર રચવા માટે સક્ષમ

રાજ્યના લોકો એવું ઈચ્છે છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિવસેનાના હોય

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ શિવસેના અને ભાજપ વચ્ચે સીએમ પદ માટેની ખેંચતાણ વચ્ચે શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતએ કહ્યું કે શિવસેના ઈચ્છે ત્યારે સરકાર બનાવી શકે છે. સંજય રાઉતે આ ઉપરાંત મુખ્યમંત્રીપદનો મુદ્દો ફરીવાર ઉઠાવતા કહ્યું કે મહારાષ્ટ્રની જનતા ઈચ્છે છે કે રાજ્યના મુખ્યમંત્રી શિવસેનાથી હોય. એવું કહીને રાઉતે એ સ્પષ્ટપણે જાહેર કરી દીધું કે આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાના મુદ્દે હજુ પણ શિવસેના મક્કમ છે.

સંજય રાઉતે કહ્યુ કે, જો શિવસેના એવો નિર્ણય લઈ લે કે સરકાર બનાવવી છે તો તે રાજ્યમાં સ્થિર સરકાર બનાવી શકે છે. મહારાષ્ટ્રના લોકોનો જનાદેશ આ આધારે આવ્યો છે કે 50-50નો ફૉમ્યૂલા પર સરકાર રચાય. જ્યારે જનતા સુધી આ વાત પહોંચી કે મંત્રીમંડળ માટે 50-50નો ફૉમ્યૂલા છે ત્યારબાદ જનતાએ આ જનાદેશ આપ્યો છે. તેઓએ કહ્યુ કે, રાજ્યના લોકો એવું ઈચ્છે છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિવસેનાના હોય

(12:21 pm IST)