Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

.. ત્યારે એક-બે આનાના કાર્ડથી સેં એકમેકને નૂતન વર્ષાભિનંદન પાઠવત

દિવાળી ઔર નયા વર્ષ.. કલભી ઔર આજભી : બાત ગુજરા હુઆ જમાનાનીઃ એક આનાનું કાર્ડ, રૂ. પાંચથી પચાસનું ગ્રિટિંગ્સ કાર્ડ

નવી દિલ્હી,તા.૧:વિક્રમ સંવત ૨૦૭૫ વિદાય લઈ ચૂકયું છે અને વિક્રમ સંવત ૨૦૭૬ની નવી ઉષાનો પ્રકાશ સર્વત્ર રેલાઈ રહ્યો છે. જેને સૌએ ભારે ઉલ્લાસ અને આનંદ ઉત્સાહ સાથે પોંખ્યો છે.

એક આનાનું કાર્ડ

ખેર.. આજે તો આ બધો માહોલ બદલાઈ ગયો છે. તહેવાર દિવાળીનો હોય કે, હોળી-ધૂળેટીનો હોય.. સરકારી કેલેન્ડર મુજબ રજાઓ પડી નથી કે, તુરત જ દેશવિદેશના પ્રવાસે ઊપડી જાય છે. કાં ગુજરાતના પર્યટકસ્થળો પર સહેલગાહે ઊપડી જાય છે અને પ્રવાસેથી પાછા ફર્યા બાદ જ સગાસહોદરો મિત્રોને નવા વર્ષની શુભેચ્છા કહો કે, નૂતન વર્ષાભિનંદન પાઠવવાનો દોર શરૂ કરે છે.  બાકી.. એક જમાનો એ પણ હતો કે, દીપોત્સવીના તહેવારોને આડે પંદર-વીસ દિવસ બાકી હોય ત્યારથી જ દીપોત્સવી અભિનંદન અને નૂતન વર્ષાભિનંદનના કાર્ડનો દોર શરૂ થઈ જતો હતો અને એ કાર્ડ દિવાળી કાર્ડ તરીકે ઓળખાતા હતા. જેની કિંમત એક આના બે આના ચાર આના, આઠ આનાથી માંડીથી એક રૂપિયો બે રૂપિયા સુધીની હતી.  આ કાર્ડમાં નૂતન વર્ષાભિનંદન સાથે લાગણી અને પ્રેમ એવો નીતરતો કે, ટપાલ દ્વારા કાર્ડ મળતા જ દ્યરમાં સૌના આનંદનો પાર રહેતો ન હતો અને અડોશી પડોશીને કાર્ડ બતાવી હોંશે હોંશે એમ કહેતા કે, જુઓ અમારા ફલાણાં સગા કે મિત્રએ કેવું સરસ સાલમુબારક કાર્ડ પાઠવ્યું છે.

ઔર આજ કી બાત

હજી ગઈકાલ સુધીના ગુજરા હુઆ જમાનામાં બેસતા વર્ષની વહેલી સવારથી જ લોકો સગા વહાલા કે મિત્રોને દ્યરના કહો કે લેન્ડ લાઇનફોન દ્વારા સાલમુબારક પાઠવતા હતા એ સૌ હવે મોબાઇલ ફોન દ્વારા હેપ્પી ન્યૂ યર કહી શુભેચ્છાની આપ લે કરવા માંડયા છે જેનો અર્થ જૂના જમાના પ્રમાણે પણ થતો રહ્યો છે કે, નવા વર્ષમાં તમારે દ્યેર રૂબરૂ આવી ન શકીએ તો અમારા ઝાઝા ઝાઝા જવાર (અભિનંદન) સમજજો.

(11:33 am IST)