Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

'અયોધ્યા' કેસ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ કેસો માહેનો છે... સુપ્રિમના જજોની પત્રકાર પરિષદ અકળાવનારી ઘટના હતી

અયોધ્યા કેસનો ચુકાદો ૧૭ નવેમ્બર આસપાસ આવવા પૂરી સંભાવના : ૧૮મીએ ચાર્જ સંભાળનાર સુપ્રિમના નવા ચીફ જસ્ટીસની નિખાલસ વાતો

૧૮ નવેમ્બરે દેશના નવા ચીફ જસ્ટીસનું સુકાન સંભાળનાર શરદ અરવિંદ બોબડે

નવી દિલ્હી, તા.૧: સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયાધીશ બની રહેલા શરદ અરવિંદ બોબડેએ કહ્યું છે કે જાન્યુઆરીર૦૧૮માં સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજો  દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદ એેક અકળાવનાર ઘટના હતી. બોબડે ૧૮મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક મેળવવાના છે. એમના કાર્યકાળ એપ્રિલ-ર૦ર૧સુધી રહેશે. જજ રંજન ગોગોઈ એ દિવસે નિવૃત્ત થવાના છે.

એક અખબારને ઈન્ટરવ્યુ આપતાજજ બોબડેએ કહ્યું કે અમને એ જોઈ અકળામણ થઈ હતી કે સુપ્રીમ કોર્ટની આંતરિક વાતો જાહેર થઈ રહી છે હું બધા જજોને એક કોર્ટના જજ તરીકે જોતો હતો અને એવા લોકોને ઓળખતો હતો જે અમને બે ભાગોમાં વહેંચવા ઈચ્છતા હતા. મારી સમક્ષ જે આવ્યું એ મેં કર્યું હતું. જસ્ટીસ બોબડેએ કહ્યું કે એ ઘટના પછીની પરિસ્થિતિ વધુ મુશ્કેલી ભરી થઈ ગઈ હતી.

જો કે હવે પરિસ્થિતિ જુદી અને સામાન્ય થઈ છે. એમણે કહ્યું કે જજો વચ્ચેના સંબંધો પણ સારા હતા. જજો ઘણી વખત અનૌપચારિક રીતે એક બીજા સાથે સંપર્કમાં રહેતા હતા અને ખુલ્લા મને વાતચીત કરતા હતા એમની વચ્ચે સંવાદની ઉણપ ન હતી.મારા મત મુજબ બધા જજો એક છે અને બધા સુપ્રીમ કોર્ટનું પ્રતિનિધિત્વ કરે છે.

જાન્યુઆરી ર૦૧૮માં જસ્ટીસ રંજન  ગોગોઈ, મદન બી. લોકુર, જે. ચેલામેશ્વર અને કુરિયન જોસેફે સીજેઆઈ દીપકમિશ્રા સામે વિરોધ વ્યકત કરવા પત્રકાર પરિષદયોજી હતી અને કહ્યું હતું કે જજ મિશ્રા સરકારને સુપ્રીમ કોર્ટમાં વધુ દખલ કરવા પરવાનગી આપે છે અને લોકશાહી જોખમમાં છે.

જજ એસ.એ.બોબડે જે આગામી ૧૮મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ તરીકેનિમણૂક મેળવનાર છે એમણે એક અખબારને ઈન્ટરવ્યુ આપતા કહ્યું હતું કે અયોધ્યા કેસ વિશ્વના ખૂબ જ મહત્ત્વપૂર્ણ કેસોમાથી એક કેસ છે. અયોધ્યા કેસની સુનાવણી કરનાર બંધારણીયબેંચમાં જજ તરીકે બોબડે પણ સામેલ હતા. જેમણે સતત ૪૦ દિવસ સુધી સુનાવણી કરી હતી. આકેસનો ચુકાદો ૧૭મી નવેમ્બરે આવવાની શક્યતા છે. એમને પૂછવામાં આવ્યું કે શું અયોધ્યા કેસ તમારા કેરિયરનો માઈલસ્ટોન છે કે કેમ ?એના જવાબમાં એમણે કહ્યું કે વિશ્વના સૌથીમહત્ત્વપૂર્ણ કેસોમાંથી એક એવો કેસ છે.અયોધ્યામાં આવેલ રામ જન્મભૂમિની જમીન જે ર.૭૭ એકર છે. એના ઉપર હિન્દુ અને મુસ્લિમો બંને દાવો કરી રહ્યા છે. આ મુદ્દો૧૯૮૦થી વધુ પ્રકાશમાં આવ્યો છે. ૧૯૯રમાં૧૬મી સદીની મસ્જિદ શહીદ કરવામાં આવીહતી. હિન્દુઓનું માનવું છે કે અહીંયા મંદિર હતો જેને તોડી મસ્જિદ બનાવાઈ હતી. છેલ્લા પાંચ દાયકાઓથી આ કેસ કોર્ટમાં પડતર હતો. સુપ્રીમ કોર્ટે આ વિવાદ ઉકેલવા મધ્યસ્થી કમિટીની પણ નિમણૂક કરી હતી. પણ કમિટી કોઈ ઉકેલ લાવી શકી ન હતી. સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યું હતું કે આ કેસ હવે પૂર્ણ કરાશે જેથી સળંગ સુનાવણી રાખી હતી અને વધુમાં સુનાવણીનો સમય પણ એક કલાક લંબાવ્યું હતું.

(11:29 am IST)