Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

મધ્યરાત્રીથી ટોરીડસ ઉલ્કાઓ વરસવા માંડશે

સપ્તાહભર પરોઢ સુધી અવકાશમાં જામશે નજારો : કલાકની ૫૦ થી ૧૦૦ ઉલ્કા પડતી જોવા મળશે : દિવાળી જેવી જ આતશબાજી જેવો માહોલ જામશે : વર્ષમાં ૧૦ થી ૧૨ વખત ઉલ્કા વર્ષા જોવા મળે છે : ઉલ્કાવર્ષા માટે ધુમકેતુઓ જવાબદાર છે. ઉલ્કા ખરીને નીચેની તરફ ગતિ કરે છે ત્યારે સેકન્ડના ૩૦ કિ.મી.ના વેગથી પડવાથી વાતાવરણના વાયુ સાથે ઘર્ષથ થવાથી સળગી ઉઠે છે એટલે તેજ લીસોટા જેવી દેખાય છે : આમતો પૃથ્વી ઉપર રોજની લગભગ ૪૦ ટન ઉલ્કાઓ વરસતી હોય છે પરંતુ સુર્ય પ્રકાશમાં પડતી ઉલ્કાઓ જોઇ શકાતી નથી : આજથી જે ટોરીડસ ઉલ્કાઓ વરસવાની છે તેનું ખગોળપ્રેમીઓએ અચુક અવલોકન કરવા વિજ્ઞાન જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયા દ્વારા અનુરોધ કરાયો છે. જાથા દ્વારા આજથી બે દિવસ સુધી રાજય, પ્રાદેશિક અને ૧૬ શાખાઓમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વધુ માહીતી માટે મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે

(11:29 am IST)