Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

આમઆદમીને ઝટકોઃ રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

૭૬ રૂપિયાનો વધારો ઝિકયોઃ કોમશિર્યલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ૧૧૯ રૂપિયા વધ્યાઃ સતત ત્રીજા મહિને વધારોઃ ઓકટોબરમાં સિલિન્ડરનો ભાવ ૬૦૫ રૂપિયા હતો

નવી દિલ્હી,તા.૧:ઓઇલ માર્કેટિંગ કંપનીઓે સતત ત્રીજા મહિને આમઆદમી ઝટકો આપ્યો છે. કંપનીઓએ રસોઇગેસની કિંમતોમાં એક વાર  ફરી વધારો થયો છે. જેનાથી રસોઇ ગેસ સિલિન્ડર મોંઘો થયો છે. ઇન્ડિયન ઓપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ આ વખતે સબસીટી વગરના ઘરેલું ગેસ સિલિન્ડરના બજાર ભાવમાં ૭૬.૫ રૂપિયાનો વધારો થયો છે. પાટનગર દિલ્હમાં ૧૪.૨ કિ.ગ્રાના નોન સબસિડી રસોઇગેસ સિલિન્ડરની કિંમત વધીને હવે ૬૮૧.૫૦ પ્રતિ સિલિન્ડર થયો છે. ઓકટોબરમાં ગેસ સિલિન્ડરની કિંમત ૬૦૫ રૂપિયા થયો હતો. કોમર્શીયલ ગેસ સિલિન્ડરના ભાવોમાં પણ ૧૧૯ રૂપિયાનો વધારો થયો છે પાટનગર દિલ્હીમાં દુકાનદારોને હવે કમિર્શિયલ સિલિન્ડર ૧૨૦૪ રૂપિયાનો પડશે જે ઓકટોબરમાં ૧૦૮૫નો મળી રહ્યો હતો. જ્યારે પાંચ કિલ્લોનો નાનો સિલિન્ડરનો ભાવ વધીને ૨૬૪.૫૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આજથી ભાવ લાગુ થશે.

ઉલ્લેખાનીય છે કે પાટનગર દિલ્હીમાં ઓકટોબરમાં ઘરેલું ગેસ સિલિન્ડરનો ભાવ ૬૦૫ રૂપિયા કલકતમાં ૬૩૦રૂપિયા, મુંબઇમાં ૫૭૧.૫૦ રૂપિયા અને ચેન્નાઇમાં ૬૨૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર હતો. રસોઇ ગેસના ભાવોમાં સતત ત્રીજો મહિને વધારો થયો છે ત્રણ મહિનામાં ઘરેલું ગેસ સિલિન્ડરના બજાર ભાવમાં અંદાજે ૧૦૫ વધારો  થયો છે. બીજી બાજુ કોમર્શિયલ સિલિન્ડર પર ૧૯૩ રૂપિયા વધ્યા છે. ત્રણ મહિના પહેલા ઓગસ્ટમાં દિલ્હીમાં ઘરેલુ સિલિન્ડર ૫૭૧.૫૦ રૂપિયાનો મળી રહ્યો હતોે. જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૧૦૦૪ રૂપિયાનો મળી રહ્યો હતો.(૨૨.૧૩)

(11:22 am IST)