Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ઉદ્ધવ ઠાકરેની બેધડક વાતઃ સીએમ પર પદ કોઈનો દાવો કાયમી નથીઃ હું ભાજપ-કોંગ્રેસ અને એનસીપીના સંપર્કમાં છું

ચૂંટણી પહેલા અમિત શાહ-ફડણવીશ સાથે જે સમજુતી થઈ હતી તેનો અમલ થવો જોઈએ

મુંબઈ, તા. ૧ :. મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામની જાહેરાતના ૮ દિવસ બાદ પણ સરકારની રચનાને લઈને હજુ તસ્વીર સ્પષ્ટ નથી થઈ. બહુમતીનો આંકડો મેળવ્યા બાદ પણ ભાજપ-શિવસેના ગઠબંધનમાં હજુ સીએમ પદ અને સત્તાની વહેંચણીને લઈને ખેંચતાણ ચાલુ છે.

આ દરમ્યાન શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ ભાજપને સ્પષ્ટ જણાવી દીધુ છે કે મુખ્યમંત્રી પદ પર કોઈપણ દાવો સ્થાયી નથી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ છે કે હું ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને એનસીપીના સંપર્કમાં છું. શિવસેનાના પ્રમુખના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ રાજયમાં સરકારની રચના માટે ભાજપ ઉપરાંત અન્ય વિકલ્પો ઉપર પણ વિચારણા કરી રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ છે કે લોકસભાની ચૂંટણી પહેલા મારા, અમિત શાહ અને ફડણવીશ વચ્ચે સત્તાની બરાબર વહેંચણીની ફોર્મ્યુલા પર ફેંસલો થયો હતો. અમે ઈચ્છીએ છીએ કે એ ફોર્મ્યુલાનો અમલ થાય. તેમણે કહ્યુ છે કે કોઈપણ મુખ્યમંત્રીની ખુરશી પર પોતાનો કાયમી દાવો ઠોકી ન શકે. હું ભાજપ, કોંગ્રેસ અને એનસીપીના સંપર્કમાં છું.

અત્રે નોંધનીય છે કે ગઈકાલે શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉત એનસીપીના પ્રમુખ શરદ પવારને મળ્યા હતા. જો કે આ મુલાકાતને તેમણે દિવાળીની શુભકામનાવાળી ગણાવી હતી.

(10:37 am IST)