Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ડુંગળી અને દાળોના ભાવ રહેશે કાબુમાં : સરકારે નાફેડને બફર સ્ટોકમાંથી સપ્લાઈ ચાલુ રાખવા આપ્યો આદેશ

નવી દિલ્હી : ડુંગળી અને દાળોનાં ભાવોને કાબુમાં રાખવા માટે નાફેડને બફર સ્ટોકથી દાળ અને ડુંગળીનો સપ્લાય ચાલુ રાખવા સરકારે આદેશ આપ્યો છે દેશમાં ડુંગળી અને દાળની કિંમતો અને ઉપલબ્ધતાની સાથે સાથે સરકારનાં બફર સ્ટોકની સમીક્ષા માટે ગ્રાહક મામલે મંત્રાલયનાં સચિવ અવિનાશ કુમાર શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની બેઠક મળી હતી .

                 બેઠકમાં દેશની રાજધાની દિલ્લીમાં મધર ડેરીનાં સફળ આઉટલેટનાં માધ્યમથી ડુંગળી વેચવા માટે નૈફેડને ડુંગળીનો સપ્લાય ચાલું રાખવાનો આદેશ આપવામાં આવ્યો. એગ્રીકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમેટી, આઝાદપુરની કિંમત યાદી અનુસાર દિલ્લીમાં બુધવારનાં જથ્થાબંધ ભાવ 20-42.50 રૂપિયા પ્રતિ કિલો હતો, જ્યારે મંડીમાં ડુંગળીની આવક 814.5 ટન હતી.

                ડુંગળીનાં નવા પાકની આવક શરૂ થવા પર પણ ડુંગળીનાં ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો નથી. દિલ્લીમાં અત્યારે પણ ડુંગળી રિટેલમાં 50-60 રૂપિયા કિલોગ્રામનાં ભાવે વેચાય છે. ડુંગળીનાં ભાવોને અંકુશમાં રાખવા માટે સરકારે પોતાના સ્તરે ડુંગણીનું વેચાણ શરૂ કર્યું છે જેને સરકાર આગળ પણ ચાલુ રાખશે. કૃષિ મંત્રાલયનાં અધિકારીઓનું માનવું છે કે દિવાળી દરમિયાન મહારાષ્ટ્રની મંડીઓ બંધ હતી, જેના કારણે બે-ત્રણ દિવસો સુધી ડુંગળીની આવક પ્રભાવિત રહી. જો કે દિલ્લીની મંડીઓમાં આવક ફરી શરૂ થઈ ગઈ છે અને આવક વધવા પર કિંમતોમાં ઘટાડો થશે.

(12:00 am IST)