Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન : દેશના આંતરિક મામલામાં દાખલ નહિ કરો : ભારતે ચીનને રોકડું પરખાવ્યું

જમ્મુ કાશ્મીર અને લડાખને કેન્દ્ર શાસિત દરજ્જો આપવો ભારતનો આંતરિક મામલો છે

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતનો અવિભાજ્ય અંગ છે ચીનના પ્રવક્તાએ જમ્મુ કાશ્મીર પર આપેલા નિવેદ સામે વિદેશ મંત્રાલયે રોખડું પરખાવતા કહ્યું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવો ભારતનો આંતરિક મામલો છે અને અન્ય દેશોએ દાખલ કરવી જોઈએ નહીં વિદેશ મંત્રાલયે ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે. અમે આશા કરીએ છીએ કે અન્ય દેશો ભારતની સંપ્રુભતા અને અખંડતાનું સન્માન કરશે.

  અત્રે ઉલેલ્ખનીય છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેટલાક ભાગો પર ચીનનો પણ કબજો છે. ચીને 1963ના તથાકથિત ચીન-પાકિસ્તાન સરહદ સમજુતી પ્રમાણે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર ગેરકાયદેસર ભારતીય ક્ષેત્રો ઉપર કબજો કર્યો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાન અધિકૃ઼ત કાશ્મીરમાં CPEC કોરિડોર પર પણ અમે પાકિસ્તાન અને ચીન સામે વિરોધ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે ચીન અને પાકિસ્તાન ઇકોનોમિક-કોરિડોરનું નિર્માણ પીઓકેમાં કરી રહ્યું છે. જ્યાં 1947થી પાકિસ્તાને ગેરકાયદેસર કબજો કરેલો છે.

(8:46 am IST)