Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

''સેવાંજલી'': યુ.એસ.માં ચિન્મય મિશન લોસ એન્જલસના ઉપક્રમે યોજાઇ ગયેલો ફંડ રેઇઝીંગ પ્રોગ્રામઃ મિશન સંચાલિત આદ્યાત્મિક,સાંસ્કૃતિક, તથા સામાજીક પ્રવૃતિઓનું નિદર્શન કરાવતો વીડિયો દર્શાવાયોઃ બોલીવુડ ડાન્સ પ્રોગ્રામ,ડીનર,સહિત વિવિધ આયોજનો કરાયા

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ચિન્મય મિશન લોસ એન્જલસના ઉપક્રમે ૨૧ ઓકટો.૨૦૧૯ના રોજ ૧૩મો વાર્ષિક ''સેવાંજલી'' ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાઇ ગયો.

રેડોન્ડો બિચ પર્ફોમીંગ આર્ટસ સેન્ટર કેલિફોર્નિયા મુકામે આયોજીત આ સેવાંજલી ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં વિશાળ સંખ્યામાં ભારતીયો ઉમટી પડ્યા હતા.

પ્રોગ્રામ અંતર્ગત ચિન્મય મિશન લોસ એન્જલસ આયોજીત વર્ષ દરમિયાન યોજાયેલ આદ્યાત્મિક કાર્યક્રમોનો વિડિયો દર્શાવાયો હતો. બોલીવુડ ડાન્સ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું.

સ્વામી ઇશ્વરાનંદજીએ સહુને કોમ્યુનીટી સેવામાં જોડાવા બદલ આશિર્વાદ પાઠવ્યા હતા.

(7:33 pm IST)