Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

અમેરિકાના ન્યૂજર્સીમાં સંતરામ ભક્ત સમાજ યુ.એસ.એ.ના ઉપક્રમે 9 નવેમ્બર 2019 શનિવારે દિવાળી સત્સંગ : સંતરામ મંદિર નડિયાદથી પ.પૂ.શ્રી રામદાસજી મહારાજશ્રી ટેલિફોન દ્વારા આશીર્વાદ તથા નૂતન વર્ષ શુભેચ્છા પાઠવશે : સમૂહ સુંદરકાંડ તથા સંતરામ પાઠનું આયોજન : વિનામૂલ્યે ફલૂ રસી મૂકી અપાશે : ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : સંતરામ ભક્ત સમાજ યુ.એસ.એ.ના ઉપક્રમે 9 નવેમ્બર 2019 શનિવારના રોજ દિવાળી સત્સંગનું ભવ્ય આયોજન કરાયું છે.ન્યુજર્સીની એસેક્સ કોલેજના જિમ્નેશિયમ હોલમાં પ.પૂ.શ્રી રામદાસજી મહારાજશ્રીની આજ્ઞાનુસાર સમૂહ સંતરામ પાઠ તથા સુંદરકાંડનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.દિવાળી સત્સંગ નિમિત્તે મફત ફલૂ રસી કેમ્પ પણ યોજાશે

ઠંડીની શરૂઆત પહેલા અમેરિકામાં ખાસ કરીને મધ્યમથી મોટી ઉંમરના લોકોને ફ્લૂની અસરથી બચાવવા ફલૂ પ્રતિકારક રસી ડોક્ટરની ઓફિસમાં આપવામાં આવે છે.તેથી ફલૂ પ્રતિકારક શક્તિ વધે છે.તેથી જ વિના મુલ્યે ફલૂ રસી મૂકી આપવાનું આયોજન કરાયું છે.

નડિયાદથી ટેલિફોન દ્વારા વહેલી સવારના પરોઢીએ બ્રાહ્મમુર્હૂતમાં પ.પૂ.શ્રી રામદાસજી મહારાજશ્રીના દિવાળી નૂતન વર્ષ નિમિત્તે શુભ આશીર્વાદ અત્રે ઉપસ્થિત સંતરામ ભક્તોને થાય તે મુજબ સુંદરકાંડ પાઠનું સમૂહ સ્તવન બાદ સંપન્ન થશે.રાબેતા મુજબ રાજભાઈ અને સ્મૃતિ પંડ્યા પરિવાર દ્વારા ભક્તિ,ભજન,સંધ્યાનું પણ આયોજન કરાયેલ છે.સંતરામ મંદિરના ઓફીસીઅલ ફેસબુક પેજ પર સત્સંગનું લાઈવ પ્રસારણ ન્યુજર્સીથી સોશિઅલ મીડિયા દ્વારા બપોરે 12 કલાકે શરૂ કરાશે

પુર્ણાહુતી બાદ મહાપ્રસાદની વ્યવસ્થા સંતરામ સત્સંગ બાદ એસેક્સ કોલેજના જિમ્નેશિયમ હોલમાં સર્વે ભક્તો માટે કરવામાં આવેલ છે.વધુ માહિતી સંતરામ ભક્ત સમાજના ફોન ન.(732) 906-0792 અથવા WWW.SANTRAM.INFO    વેબસાઈટ પર પ્રાપ્ત થશે તેવું શ્રી તુષાર વી.પટેલની યાદી દ્વારા જાણવા મળે છે.

(6:27 pm IST)