Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

રેલવેથી લઇને ટોલ પ્લાઝા સુધી : આજથી વિવિધ ક્ષેત્રોમાં થવા જઇ રહ્યા છે ફેરફાર

નવી દિલ્હી તા. ૧ : ૧લી નવેમ્બર એટલે આજથી દેશમાં અલગ-અલગ સુવિધા ક્ષેત્રમાં ઘણા બધા ફેરફાર થવા જઇ રહ્યાં છે. આમાંથી કેટલાક ફેરફારો આમ જનતા માટે કેટલીક સુવિધા લઇને આવી રહ્યાં છે તો કેટલીક સમસ્યાઓને આમંત્રણ આપી રહ્યાં છે.

પ્રથમ ફેરફારની વાત કરીએ તો તે આમ જનતા માટે સારા સમાચાર છે. હવે રેલ પ્રવાસીઓ આજથી દેશભરમાં જનરલ ટિકિટનું પણ ઓનલાઇન બુકિંગ કરાવી શકશે. યૂટીએસ એપ માધ્ય દ્વારા હવે જનરલ ટિકિટ માટે તમારે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડશે નહીં.

જયારે બીજી વાત કરીએ તો દિલ્હી ટોલ ટેકસ પ્લાઝા પર રેડિયો ફ્રિકવેન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થા શરૂ કરવાથી વાહનોને ટોલપ્લાઝા પર રોકાવવું પડશે નહીં.

તેની સાથે ઇ-ચલણ ભરવાની સુવિધાનો પણ આજથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. હવે ચલણ ભરવા માટે તમારે લાઇનમાં ઉભા રહેવું નહી પડે. ટ્રાન્સપોર્ટ વિભાગની વેબસાઇટ પર જઇને ચલણની ઓનલાઇન ચૂકવણી કરી શકાશે.

જયારે આમ જનતા માટે થોડા નિરાશાજનક સમાચાર છે. એસબીઆઇ દ્વારા પોતાના કલાસિક અને માસ્ટ્રો ડેબિટ કાર્ડ ધારકો માટે પ્રતિદિવસ રોકડ રકમ ઉપાડવામાં ઘટાડો કર્યો છે. ગ્રાહકો જે પહેલા ૪૦ હજાર સુધી ઉપાડી શકતા હતા તે હવે ૨૦ હજાર સુધી ઉપાડી શકશે.

(11:41 am IST)