Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

ભારતની ૭૭ હજાર સ્કૂલોના ૨ લાખ બાળકોને શ્રેષ્ઠ તથા આધુનિક શિક્ષણ આપતી સંસ્થા ''એકલ વિદ્યાલય ફાઉન્ડેશન'': અમેરિકામાં ૬ થી ૧૩ ઓકટો.૨૦૧૮ દરમિયાન યોજાયેલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ૫.૫ મિલીયન ડોલર ભેગા થઇ ગયા

ન્યુયોર્કઃ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ૭૭ હજાર સ્કૂલોના ૨ મિલીયન જેટલા બાળકો કે જેમાં અર્ધા ઉપરાંત કન્યાઓ છે તે તમામને શ્રેષ્ઠ તથા આધુનિક ટેકનોલોજીના શિક્ષણથી સજ્જ કરવા કાર્યરત 'એકલ વિદ્યાલય'ના લાભાર્થે અમેરિકામાં ૬ ઓકટો થી ૧૩ ઓકટો ૨૦૧૮ દરમિયાન યોજાઇ ગયેલા ૩ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ૫.૫ મિલીયન ડોલરનું ફંડ એકઠુ થઇ ગયુ હતું.

હયુસ્ટન ટેકસાસ મુકામે ૧.૫ મિલીયન વોશીંગ્ટન મુકામે ૧.૧ મિલીયન તથા ન્યુયોર્ક મુકામે ૩ મિલીયન ડોલરનું ફંડ ભેગુ થઇ ગયું હતું. તેમજ અન્ય જગ્યાઓ ઉપર યોજાયેલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામોમાં ૭.૫ મિલીયન ડોલર ભેગા થઇ ગયા હતા. આપ ચાલુ વર્ષમાં આ આંકડો કુલ ૧૩ મિલીયન ડોલરને આંબી ગયો છે. જે જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ આપી પગભર કરવા માટે વપરાશે.

(10:23 pm IST)