Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

રાજકોટના 80 વિદ્યાર્થીઓ પનવેલ પાસે ટ્રેનમાં વહેલી સવારથી ફસાયા :શક્તિસિંહ ગોહિલનું રેલમંત્રીને ટ્વીટ

રેલવેના અધિકારીઓ મુસાફરોને સ્વખર્ચે ખાનગી બસ પણ બાંધવા દેતા નથી , પાણી અને જમ્યા વગર તમામ મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે,

રાજકોટના 80 જેટલા વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ અર્થે કોચી (કેરળ) સહિતના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન રેલવે ટ્રેન મારફત પરત રાજકોટ આવતી વેલાએ મહારાષ્ટ્રમાં પનવેલ પાસેના ગામ નજીક આ વિધાર્થીઓ અટવાયા હતા. ટ્રેન બંધ થતાં વિધાર્થીઓ સવાર ના 7 વાગ્યાના એક જગ્યા પર હેરાન થયા હતા.

  આ મામલે કોંગ્રેસ નેતા શક્તિસિંહે ટ્વીટ કરી કહ્યું કે રેલવે રાજ્ય મંત્રી  દર્શનાબહેન જરદોશ મને ફરિયાદ મળી છે કે , રાજકોટના 80 જેટલા વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસ અર્થે કોચી (કેરળ) થી રેલવે ટ્રેન મારફત પરત રાજકોટ આવતા સમયે મહારાષ્ટ્રમાં પનવેલ પાસેના ગામ નજીક સવારના 7 વાગ્યાના એક જગ્યા પર હેરાન થતા હતા

રેલવેના અધિકારીઓ મુસાફરોને સ્વખર્ચે ખાનગી બસ પણ બાંધવા દેતા નથી , પાણી અને જમ્યા વગર તમામ મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કોઈ રેલવે ટ્રેક દુર્ઘટના કે ટેક્નિકલ સમસ્યાના કારણે ડિલે થવાનું કારણ કહે છે ત્યાં કોઈ સુનિશ્ચિત સમયમાં ટ્રેન ઉપડશે તેવા જવાબ આપતા ના હોવાથી વિદ્યર્થિઓ એની તેના વાલીઓ ચિંતા કરી રહ્યા છે

(11:18 pm IST)