Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

ચંદ્રબાબુ નાયડુ સોમવારે YSR સરકાર વિરુદ્ધ જેલમાં કરશે ઉપવાસ :રાજ્યના અન્ય નેતાઓ વિરોધની કમાન સંભાળશે

પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા: ઘંટ, વાસણો, સીટી વગાડી પોતાના વાહનોના હોર્ન વગાડીને અવાજ ઉઠાવીને વિરોધ કર્યો

નવી દિલ્હી : ચંદ્રબાબુ નાયડુ વાયએસ જગન મોહન રેડ્ડીની સરકાર વિરુદ્ધ 2 ઓક્ટોબરે જેલમાં ઉપવાસ કરશે. સમગ્ર આંધ્રપ્રદેશમાં સમાન વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. રાજ્યના બાકીના નેતાઓ વિરોધ પ્રદર્શનની જવાબદારી સંભાળશે. નાયડુ હાલ આંધ્રપ્રદેશની રાજા મહેન્દ્રવરમ જેલમાં બંધ છે. કૌશલ્ય વિકાસ કૌભાંડમાં EDની ચુંગાલમાં ફસાયા બાદ તે જેલમાં છે. આ મામલામાં નોંધાયેલી FIR રદ કરવાની અપીલ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

  CIDએ કૌશલ્ય વિકાસ કૌભાંડ કેસમાં નાયડુની ધરપકડ કરી હતી. TDP કાર્યકર્તાઓએ પૂર્વ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ સાથે એકતા વ્યક્ત કરવા માટે એક અનોખો અને ઘોંઘાટીયા વિરોધ કરવામાં આવ્યો હતો. ટીડીપીના કોલ પર, કાર્યકરોએ નાયડુની ધરપકડની નિંદા કરવા માટે પાંચ મિનિટના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

  શનિવારે ટીડીપી કાર્યકર્તાઓએ જોરશોરથી પ્રદર્શન કર્યું સાંજે 7 વાગે પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓએ ઘંટ, વાસણો, સીટી વગાડી પોતાના વાહનોના હોર્ન વગાડીને અવાજ ઉઠાવીને વિરોધ કર્યો હતો. નાયડુના પુત્ર અને TDP મહાસચિવ નારા લોકેશ TDP સાંસદો સાથે દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી.

  આ દરમિયાન નાયડુ પરિવાર પાર્ટી કાર્યકર્તાઓ સાથે જેલની સામે ગયો અને ઢોલ વગાડ્યો. તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગોમાં ટીડીપી સમર્થકોએ પણ વિરોધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ધ્યાનમાં રાખો કે પાર્ટીએ લોકોને 30 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યાથી 7.05 વાગ્યા સુધી ઘોંઘાટીયા વિરોધ પ્રદર્શન કરવાની અપીલ કરી હતી.

  નાયડુના સમર્થકોનું કહેવું છે કે વાયએસઆર સરકારે રાજકીય દુશ્મનાવટનું સમાધાન કરવા માટે તેમના નેતાને જેલમાં ધકેલી દીધા છે. જે કૌભાંડની વાત કરવામાં આવી રહી છે તે ઘણા સમય પહેલા થયું હતું. જો સરકારને કંઇક ખોટું લાગ્યું હોય તો તે અત્યાર સુધી ચૂપ કેમ હતી. 2024ની ચૂંટણીની સાથે જ આંધ્રપ્રદેશમાં પણ ચૂંટણીનો માહોલ શરૂ થઈ ગયો છે. આથી નાયડુને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

   
(10:43 pm IST)