Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

JNUમાં ફરી વાતાવરણ બગડ્યું : દીવાલો પર લખાયા વિવાદાસ્પદ સૂત્રો: કેમ્પસમાં હંગામો

ફરી એકવાર રાષ્ટ્ર વિરોધી સૂત્રો લખવાની ઘટના

નવી દિલ્હી : દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ફરી એકવાર રાષ્ટ્ર વિરોધી સૂત્રો લખવાની ઘટના સામે આવી છે. જેએનયુ કેમ્પસની દિવાલો પર ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન મોદી અને કાશ્મીરને લગતા વિવાદાસ્પદ સૂત્રો લખેલા જોવા મળ્યા છે. એટલું જ નહીં, “CAA-NRC” પર ક્રોસ લગાવવામાં આવ્યા છે અને કેટલીક દિવાલો પર “ફ્રી કાશ્મીર” જેવા વિવાદાસ્પદ સૂત્રો લખવામાં આવ્યા છે.

   
 
(10:37 pm IST)