Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

એશિયન ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા પછી આજે ભારતીય રમતવીરોએ વધુ ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા: મેડલોનો ઢગલો

"ભારતે ચીનના હેંગઝોઉ ખાતે રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા પછી આજે વધુ ત્રણ સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા. ભારતની જ્યોતિ યારાજીએ મહિલાઓની ૧૦૦ મીટર હર્ડલ્સ દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

 

અજય કુમાર સરોજે પુરુષોની ૧૫૦૦ મીટર દોડમાં અને મુરલી શ્રીશંકરે લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીત્યો હતો.  બીજી તરફ મહિલાઓના ડિસ્કસ થ્રોમાં સીમા પુનિયા અને ૮૦૦ મીટર હેપ્ટાથલોનમાં નંદિની અગાસરાએ ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તસવીરમાં મુરલી શ્રીશંકર દર્શાય છે.

 

(7:57 pm IST)