Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આગ લાગવાથી 4 લોકો ઘાયલ: 20 જેટલા શેડ બળીને રાખ

પરિમપોરા વિસ્તારમાં લાગેલી આગમાં ચાર લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર જિલ્લામાં રવિવારે વહેલી સવારે લાગેલી આગમાં ચાર લોકો ઘાયલ થયા હતા અને 20 શેડ બળીને ખાખ થઈ ગયા હતા.

  ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે શ્રીનગર શહેરના પરિમપોરા વિસ્તારમાં લાગેલી આગમાં ચાર લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી અને 20 શેડ બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, 'આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસવામાં આવી રહ્યું છે. અમારા વિભાગની ટીમો કારણ અને નુકસાનની તપાસ કરવા માટે સ્થળ પર છે.

   
 
(7:42 pm IST)