Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

તેલંગાણાના મુલુગુમાં સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી બનાવવામાં આવશે:વડાપ્રધાન મોદીની જાહેરાત

તેનું નામ આદિવાસી દેવીઓ સંમક્કા-સરક્કાના નામ પરથી રાખવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ તેલંગાણાના મહબૂબનગરમાં કહ્યું, 'આજે હું અહીંથી બીજી જાહેરાત કરી રહ્યો છું. ભારત સરકાર મુલુગુ જિલ્લામાં સેન્ટ્રલ ટ્રાઈબલ યુનિવર્સિટીની સ્થાપના કરવા જઈ રહી છે. તેનું નામ આદિવાસી દેવીઓ સંમક્કા-સરક્કાના નામ પરથી રાખવામાં આવશે.

  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે અમે અમારા અન્ન પ્રદાતાઓને સન્માન આપી રહ્યા છીએ અને તેમની મહેનતની યોગ્ય કિંમત આપી રહ્યા છીએ. 2014માં કોંગ્રેસની સરકાર વખતે તેલંગાણાના ખેડૂતો પાસેથી MSP પર ડાંગર ખરીદવા માટે 3,400 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, પરંતુ એક વર્ષમાં અમે ખેડૂતો માટે 27,000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે

   
(6:48 pm IST)