Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

ભારતના હિસ્સામાં એક પછી એક સુવર્ણચંદ્રકો ઠલવાય છે: અવિનાશ સાબલે એશિયન ગેમ્સમાં ૩૦૦૦ મીટરની દોડમાં ગોલ્ડ જીત્યો

ભારતના સ્ટીપલચેઝ દોડવીર અવિનાશ સાબલે એશિયન ગેમ્સમાં ૩૦૦૦ મીટરની દોડમાં ગોલ્ડ જીત્યો છે. ચીન ખાતે રમાઈ રહેલ એશિયન ગેમ્સના સ્ટીપલચેઝમાં ભારતને પ્રથમ વખત ગોલ્ડ મળ્યો છે અને અવિનાશે ઈતિહાસ રચ્યો છે.

અવિનાશે ૨૦૧૫માં દોડવાનું શરૂ કર્યું હતું. આ પછી, તેણે ઘણા રાષ્ટ્રીય રેકોર્ડ્સ ધરાવતા લાંબા અંતરના દોડવીર તરીકે ઝડપથી પોતાની જાતને સ્થાપિત કરી. અવિનાશે ૨૦૨૨ની કોમનવેલ્થ ગેમ્સમાં પણ સિલ્વર મેડલ જીત્યો છે.

   
(6:30 pm IST)