Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરનું મધ્યપ્રદેશમાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ :પાઈલટ અને પાંચ ક્રૂ સભ્યો સુરક્ષિત

- વાયુસેનાના ત્રીજા એચયુ યુનિટના હેલિકોપ્ટરે ભોપાલ જિલ્લા મુખ્યાલયથી 60 કિમી દૂર ડુંગરિયા ગામમાં એક તળાવ પાસેના ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું

નવી દિલ્હી : ભારતીય વાયુસેનાના એક હેલિકોપ્ટરે ટેક્નિકલ ખામીના કારણે રવિવારે સવારે ભોપાલના એક ગામમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. હેલિકોપ્ટરમાં છ લોકો સવાર હતા. આ માહિતી એક પોલીસ અધિકારીએ આપી હતી. 

  ઘટનાસ્થળે હાજર બેરસિયા પોલીસ સ્ટેશનના નિરીક્ષક નરેન્દ્ર કુલસ્તેએ પીટીઆઈને ફોન પર જણાવ્યું કે પાઈલટ અને પાંચ ક્રૂ સભ્યો સુરક્ષિત છે. તેમણે કહ્યું કે આ ઘટના સવારે લગભગ પોણા નવ વાગ્યાની આસપાસ બની હતી. કુલસ્તેએ જણાવ્યું હતું કે વાયુસેનાના ત્રીજા એચયુ યુનિટના હેલિકોપ્ટરે ભોપાલ જિલ્લા મુખ્યાલયથી લગભગ 60 કિમી દૂર ડુંગરિયા ગામમાં એક તળાવ પાસેના ખેતરમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.

   
(4:42 pm IST)