Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિને સૌથી મોટી ઈન્ડો-કેનેડિયન ઈવેન્ટમાં કેનેડા ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ ઈન્ડિયન એવોર્ડથી સન્માનિત કરાયાઃ તેઓ ઈન્ડો-કેનેડિયન ઈવેન્ટમાં ગ્લોબલ ઈન્ડિયન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા બન્યા

સુધા મૂર્તિને ગ્લોબલ ઈન્ડિયન એવોર્ડઃ 2014 માં નારાયણ મૂર્તિને પણ મળ્યો હતો એવોર્ડ તેઓ નારાયણ મૂર્તિના પત્‍ની છે

ટોરોન્ટોમાં પ્રખ્યાત લેખક, સામાજિક કાર્યકર અને ઈન્ફોસીસના સહ-સ્થાપક એન.આર. નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિને સૌથી મોટી ઈન્ડો-કેનેડિયન ઈવેન્ટમાં કેનેડા ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ગ્લોબલ ઈન્ડિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે . $50,000નું મૂલ્ય, પ્રતિવર્ષ એવા અગ્રણી ભારતીયને એનાયત કરવામાં આવે છે કે જેમણે તેમના પસંદ કરેલા ક્ષેત્રમાં મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. ટોરોન્ટો ફેસ્ટિવલ ઈવેન્ટમાં સુધા મૂર્તિ તેમના જમાઈ અને બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકના માતા-પિતા સાથે પહોચ્યા હતા.

કેનેડા ઈન્ડિયા ફાઉન્ડેશનના પ્રમુખ સતીશ ઠક્કરે શનિવારે રાત્રે જણાવ્યું હતું કે, “સુધા મૂર્તિને ગ્લોબલ ઈન્ડિયન એવોર્ડ અર્પણ કરતાં અમને આનંદ થાય છે. તેમણે તેમની આખી કારકિર્દી ભવિષ્યની પેઢીઓને તેમના પસંદ કરેલા ક્ષેત્રમાં સફળ થવાનો માર્ગ મોકળો કરવામાં વિતાવી છે અને તે સમાજ માટે કઈને કઈ કરવા માટે ઉત્સાહિત છે.ભારતીય હાઈ કમિશનર સંજય કુમાર વર્મા પાસેથી એવોર્ડ સ્વીકારતા સુધા મૂર્તિએ કહ્યું કે, તમારા દેશ તરફથી આ એવોર્ડ મેળવવો મારા માટે સન્માનની વાત છે.

આ એવોર્ડ માટે તેમને પસંદ કરવા બદલ કેનેડા ઈન્ડિયા ફાઉન્ડેશન (CIF)નો આભાર માનતા મૂર્તિએ કહ્યું, “CIF મહાભારતના કૃષ્ણ સમાન છે. કૃષ્ણ દેવકીના પુત્ર છે અને માતા યશોદાના પણ પુત્ર છે. દેવકી તેમની જન્મ આપનારી માતા હતી અને યશોદા માતાએ તેમનો ઉછેર કર્યો હતો. અમે ભારતમાં જન્મ્યા છે પણ અહીં સ્થાયી થયા છે આથી આ યશોદા છે અને અમારી માતા ભારત છે. જે બન્ને ભૂમી મારી માતા છે.

બંને દેશો વચ્ચેના સેતુ તરીકે ઈન્ડો-કેનેડિયન ડાયસ્પોરાને બિરદાવતા તેમણે કહ્યું, “તમે એક અલગ ભૂમિમાં ભારતીય સંસ્કૃતિના વાહક છો તેને ચાલુ રાખો.

2014 માં તેમના પતિને પણ આ જ એવોર્ડ આપવામાં આવ્યો હોવાથી, સુધા મૂર્તિએ હાસ્ય વચ્ચે કહ્યું, “આ એવોર્ડ વિશે એક મજાની વાત છે કારણ કે નારાયણ મૂર્તિને પણ આ એવોર્ડ 2014 માં મળ્યો હતો અને મને 2023 માં મળ્યો . તેથી અમે બન્ને પહેલા દંપતિ હોઈશું જેમને આ એવોર્ડ મળ્યો

તેમણે ઈનામની રકમ ધ ફિલ્ડ ઈન્સ્ટિટ્યૂટ (યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો)ને દાનમાં આપી, જે ગણિત અને બહુવિધ શાખાઓમાં સહયોગ, નવીનતા અને શિક્ષણને મજબૂત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે.

(3:55 pm IST)