Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

તુર્કીયેના સંસદ ભવન નજીક આત્‍માધાતી હુમલોઃ બોમ્બ બ્લાસ્ટઃ બે સુરક્ષાકર્મીઓ ઇજાગ્રસ્‍ત

તુર્કીમાં આ હુમલો સંસદ સત્રની શરૂઆત પહેલા બે આંતકવાદીઓ દ્વારા કરાયો બોમ્‍બ બ્‍લાસ્‍ટઃ સરકારી આંતકવાદી હુમલો ગણાવ્‍યો

નવી દિલ્‍હીઃ તુર્કીયેની  રાજધાની અંકારામાં આજે એટલે કે, રવિવારે એક બોમ્બ થયો છે. આ વિસ્ફોટ સંસદની નજીક થયો છે. સંસદના નવા સત્ર શરૂ થવા પહેલા રાજધાનીમાં થયેલા આ હુમલાને તુર્કીના ગૃહ મંત્રાલયે આતંકવાદી હુમલો ગણાવ્યો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, આપણા ગૃહ મંત્રાલયના જનરલ ડિરેક્ટોરેટ ઓફ સિક્યુરિટીના પ્રવેશદ્વારની સામે સવારે લગભગ 9:30 વાગ્યે સૈન્ય વાહનમાં 2 આતંકવાદીઓ આવ્યા અને બોમ્બ વિસ્ફોટ કર્યો હતો.

(3:53 pm IST)