Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

બેંગલુરુના વસંતપુરામાં ફૂટપાથ પર ચાલી રહેલા કપલને કન્‍નડ અભિનેતા નાગભૂષણે કારથી ટક્કર મારીઃ મહિલાનનું કરૂણ મોતઃ પુરૂષની હાલત ગંભીર

- પોલીસ ફરિયાદમાં અકસ્માતનું કારણ ઓવર સ્પીડિંગ અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ હોવાનું જણાવ્યું હતું.

નવી દિલ્‍હીઃ  કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર નાગભૂષણને લઇને ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે. શનિવારે બેંગ્લોરમાં એક્ટરની કાર સાથે એક કપલનો એકિસડન્ટ થઈ ગયો અને મહિલાનું મોત નિપજ્યું છે, પુરુષની સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

અહેવાલો અનુસાર, પોલીસ ફરિયાદમાં અકસ્માતનું કારણ ઓવર સ્પીડિંગ અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ હોવાનું જણાવ્યું હતું.

આ ઘટના શનિવારે રાત્રે લગભગ 9.45 કલાકે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે બેંગલુરુના વસંત પુરા મેઈન રોડ પર ફૂટપાથ પર ચાલી રહેલા કપલને નાગભૂસમે ટક્કર મારી હતી. તે ઉત્તરહલ્લીથી કોનાનકુંટે તરફ જઈ રહ્યા હતો.

અભિનેતાએ પહેલા દંપતી પર પોતાની કાર ચલાવી હતી, ત્યારબાદ તેની કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 48 વર્ષીય મહિલા પ્રેમાનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું. સાથે જ પ્રેમાના પતિ ક્રિષ્ના (58 વર્ષ)ને બંને પગ, માથા અને પેટમાં ગંભીર ઈજાઓ થઈ હતી.

(2:52 pm IST)