Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

વિરાટ-અનુષ્કા શર્માના ઘરમાં ફરી ગુંજશે કિલકારી? કોહલી બીજી વખત બનશે પિતા!

નવી દિલ્‍હીઃ  બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી બે વર્ષ પહેલા વામિકા કોહલી નામની પુત્રીના માતા-પિતા બન્યા હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે અનુષ્કા ફરી પ્રેગ્નેન્ટ છે. એવું માનવામાં આવે છે કે એક્ટ્રેસ ટૂંક સમયમાં તેના બીજા બાળકને જન્મ આપવાની છે. છેલ્લા કેટલાક દિવસોથી અનુષ્કા શર્મા લાઈમલાઈટથી પણ દૂર છે. 

હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. અનુષ્કા તેની બીજી પ્રેગ્નેસી એન્જોય કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ અનુષ્કા શર્મા હાલમાં સેકન્ડ ટ્રાઈમેસ્ટરમાં છે. એવું માનવામાં આવે છે કે ગત વખતની જેમ આ વખતે પણ તે પોતાની પ્રેગ્નન્સીના લાસ્ટ ફેઝમાં ફેન્સ સાથે આ ખુશખબર શેર કરશે.

(1:19 pm IST)