Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

ભારતમાં સ્વચ્છતા આંદોલન અંતર્ગત આજે સવારેથી ૧ વાગ્યા સુધી શ્રમદાનની અપીલ કરતા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી

- ભારતમાં 29 વંદે ભારત ટ્રેનને ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ ૧૪ મિનિટમાં સાફ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો

નવી દિલ્‍હીઃ  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 154મી જયંતિના એક દિવસ પહેલા સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ આજે ઝંડેવાલાનમાં રસ્તા પર કચરો વાળીને શ્રમદાન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારેથી 1 વાગ્યા સુધી શ્રમદાનની અપીલ કરી છે. જે માટે એક તારીખ, એક કલાકે એકસાથે શ્રમદાનનો નારો આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર જણાવ્યું છે કે, ‘સ્વચ્છ ભારત દેશના તમામ પરિવારજનોની સામૂહિક જવાબદારી છે. આ દિશામાં જનભાગીદારી ખૂબ જ જરૂરી છે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે, સ્વચ્છતા પખવાડિયાની થીમ કચરા મુક્ત ભારતછે. ભારતમાં 6.4 લાખછી વધુ સાઈટને શ્રમદાન માટે પસંદ કરવામાં આવી છે. જેમાં 35 હજાર આંગણવાડી, 22 હજાર બજાર, 7 હજાર બસ સ્ટેન્ડ, 1 હજાર ગૌશાળાઓ અને 300 ચિડીયાઘર શામેલ છે. ભારતમાં 29 વંદે ભારત ટ્રેનનેસ્વચ્છતા હી સેવાઅભિયાન હેઠળ 14 મિનિટમાં સાફ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દિલ્હી કૈંટ રેલવે સ્ટેશન પર તેની ઔપચારિક શરૂઆત કરી. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, ‘અગાઉ એક ટ્રેનને સાફ કરવામાં 28 મિનિટ લાગતી હતી, જે સમય ઘટાડીને 18 મિનિટ થઈ. આજે માત્ર 14 મિનિટમાં એક ટ્રેનની સફાઈ કરવામાં આવી. હવેથી આ પ્રમાણે જ સફાઈ કરવામાં આવશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ પર જણાવ્યું છે કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  તમામ દેશવાસીઓને ગાંધીજીના સ્વચ્છતાના વિચાર સાથે જોડીને સ્વચ્છતાને તેમની જીવનશૈલી તથા સંસ્કારમાં પરિવર્તિત કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. તમામ લોકોએ આસપાસ સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહેવું તથા અન્ય લોકોને પણ પ્રિત કરવા. આજે અમદાવાદમાં સ્વચ્છતા હી સેવાહેઠળ સ્વચ્છતા હેતુ શ્રમદાનકાર્યક્રમમાં ભાગ લેશે. વિભિન્ન મંત્રાલય, શહેરી સ્થાનિક મંત્રાલય, ગ્રામ પંચાયતોને સ્વચ્છતા હી સેવાનાગરિક પોર્ટલ પર સ્વચ્છતા હેતુ શ્રમદાનમાટે કાર્યક્રમની શરૂઆત કરવી છે. આ પોર્ટલ પર સફાઈ કરવાના સ્થળ વિશે જાણીને શ્રમદાન કરીને ફોટો અપલોડ કરી શકો છો. ભારતીય જનતા યુવા મોરચાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન પર દેશવ્યાપી સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગીદારી નિભાવી. ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યાના નેતૃત્ત્વમાં દેશભરના સ્વયંસેવકોએ શ્રમદાન કર્યું. નવી દિલ્હીમાં સરકારી હોસ્પિટલ, સરકારી શાળાઓ, બસ સ્ટેન્ડ, તળાવ, ઝરણાં સહિત 10 હજારથી વધુ સ્થળોએ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું છે. દિલ્હી નગર નિગમની તમામ સ્કૂલ 1 ઓક્ટોબરના રોજ પ્રધાનઆચાર્ય, શિક્ષક, સફાઈ કર્મચારીઓ તથા અન્ય ચતુર્થ શ્રેણીના કર્મચારીઓ સહિત તમામ સ્કૂલ કર્મચારીઓ માટે ખુલ્લી હતી. જ્યાં સ્કૂલમાં શ્રમદાન કરવામાં આવ્યું.

(1:02 pm IST)