Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

સત્તામાં આવ્યા તો સૌથી પહેલા જાતિગત વસ્તીગણતરી કરાવીશું : લોકસભા પહેલા રાહુલ ગાંધીએ આપ્યું વચન

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે હું પૂછું છું કે દેશમાં કેટલા દલિત, ઓબીસી, આદિવાસી, જનરલ છે તો તેનો જવાબ કોઈ નથી આપી શકતું

નવી દિલ્હી : મધ્યપ્રદેશમાં કોંગ્રેસની 'જન આક્રોશ યાત્રા'માં સાંસદ રાહુલ ગાંધી જોડાયા હતાં અને ભાજપ સરકાર પર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે આ વિચારધારાઓની લડાઈ છે જેમાં એક તરફ કોંગ્રેસ છે અને બીજી તરફ ભાજપ અને RSS છે. ગાંધીજી એક તરફ અને બીજી તરફ ગોડસે છે. આ લડાઈ નફરતની સામે પ્રેમ અને ભાઈચારાની છે.

 રાહુલ ગાંધીએ મહિલા આરક્ષણ બિલમાં ઓબીસીને શામેલ કરવા અંગે કેટલાક સવાલો ઊઠાવ્યાં અને મોટી ઘોષણા કરી હતી ,રાહુલ ગાંધીએ કહ્યું કે દેશની સામે એકમાત્ર મુદો જાતિગત જનગણનાનો છે. કેન્દ્રની સત્તામાં આવ્યાં બાદ અમે સૌથી પહેલું કામ જાતિગત જનગણના કરવાનું કરશું. આ કામ કોંગ્રેસે કર્યું છે. ડેટા સરકારની પાસે છે. પણ કેન્દ્ર સરકાર તમારી સાથે આ ડેટા શેર નથી કરવા ઈચ્છતાં. રાહુલે કહ્યું કે જ્યારે હું પ્રશ્ન પૂછું છું કે દેશમાં કેટલા દલિત, ઓબીસી, આદિવાસી, જનરલ છે તો મને તેનો જવાબ કોઈ નથી આપી શકતું.

   
(8:29 pm IST)