Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

કાનપુરમાં ગમખ્વાર અકસ્માત, શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રોલી પલટી: 24 લોકોના કરૂણમોત : 20 લોકો ઘાયલ

બે ડઝનથી વધુ લોકો દર્શન કરીને ટ્રેક્ટર ટ્રોલીમાં બેસી પાછા ફરી રહ્યા હતા :વડાપ્રધાન કાર્યાલયે મૃતકોના પરિજનોને બે લાખની સહાયની જાહેરાત કરી

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મોટી દુર્ઘટના બની છે. કાનપુરના રોડ અરસ્માતમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રોલી પલટી જતાં 22 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે આ અકસ્માતમાં 20 થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઉત્તર પ્રદેશના કાનપુરના નરવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક અકસ્માત થયો છે. જાણવા મળી રહ્યું છે કે બે ડઝનથી વધુ લોકો દર્શન કરીને ટ્રેક્ટર ટ્રોલીમાં સવાર થઈને પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં ટ્રેક્ટર ટ્રોલી બેકાબૂ થઈને પલટી ગઈ, જેમાં 24 લોકોના મોત થયા. માહિતી મળ્યા બાદ પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત કાર્ય શરૂ કર્યું. દરેકને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

આ અકસ્માતના સંદર્ભમાં વડાપ્રધાન કાર્યાલયે મૃતકોના પરિજનોને બે લાખની સહાયની જાહેરાત કરી છે. સાથે જ ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થયા છે, જેમાં 11 મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ થાય છે. કેટલાક લોકોની હાલત ગંભીર છે, જેમને કાનપુર સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે.

(10:37 pm IST)