Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

શું કોવિડથી મોતને ભેટનારાના પરિવારજનો યોગ્ય વળતરના હકદાર નથી? :રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કર્ણાટકમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો સાથે વાતચીત કરી

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડા યાત્રા પર નીકળ્યા છે. કર્ણાટક પહોંચેલા રાહુલ ગાંધીએ શુક્રવારે કર્ણાટકમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો સાથે શુક્રવારે વાતચીત કરી હતી. જેનો વિડિયો શેર કરીને રાહુલ ગાંધીએ પીએમ મોદીને સવાલ કર્યો છે કે, ભાજપ સરકારના કોરોનાકાળ દરમિયાનના ગેરવહિવટના કારણે પ્રતિક્ષા નામની બાળકીએ પોતાના પિતાને ગુમાવ્યા છે.

  રાહુલ ગાંધીએ સવાલ પૂછ્યો હતો કે, શું કોવિડથી મોતને ભેટનારાના પરિવારજનો યોગ્ય વળતરના હકદાર નથી? સરકાર તેમને તેમનો હક કેમ આપી રહી નથી? કોંગ્રેસનું કહેવું છે કે, રાહુલ ગાંધી સાથે વાતચીત દરમિયાન મૃતકોના પરિવારજનોએ કહ્યું હતું કે, ભાજપ સરકારે અમારા પરિવારના સભ્યોના મોતને કોવિડથી મરનારાઓની યાદીમાં સામેલ સુ્ધ્ધા કર્યા નથી

(9:52 pm IST)