Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

બંગાળના અખાતમાં હવાનું હળવું દબાણ બનશે, જે વાવાઝોડામાં પરીવર્તીત થવાની પુરેપુરી સંભાવના

ચોમાસાની વિદાય થઇ ગઇ છે શરૂઆત જોકે આજે પણ કેટલાક રાજયોમાં હળવા વરસાદની આગાહી

નવી દિલ્‍હીઃ આ વર્ષે ચોમાસું અંતિમ વિદાય તરફ આગળ વધી રહ્યુ છે જોકે દેશના ઘણાં વિસ્‍તારોમાં વરસાદ પડી રહ્યો છે. પહાડોના ઉંચાણવાળા ક્ષેત્રોમાં બરફ વર્ષાની શરૂઆત થઇ ગઇ છે. દરમ્‍યાન ભારતીય હવામાન વિભાગે દેશના કેટલાક વિસ્‍તારોમાં આજે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે કહ્યુ કે ૨૦૨૨નું નૈઋત્‍યનું ચોમાસું દિલ્‍હીમાંથી વિદાય થઇ ગયું છે. દિલ્‍હીમાં ૧૯ ટકા જેટલો ઓછો વરસાદ થયો છે જે સામાન્‍ય ગણાય એવું હવામાન વિભાગે કહ્યુ છે. હવામાન વિભાગ અનુસાર, નૈઋત્‍યનું ચોમાસુ પંજાબ, જમ્‍મુ કશ્‍મીરના કેટલાક ભાગો, હિમાચલ પ્રદેશ, પヘમિ ઉતર પ્રદેશ, હરિયાણા રાજસ્‍થાન અને સમગ્ર દિલ્‍હીમાંથી વિદાય થઇ ગયું છે.

દરમ્‍યાન પ્રશાંત મહાસાગરમાં આવેલ નોરૂ વાવાઝોડાના કારણે બંગાળના અખાતમાં હળવા દબાણનું ક્ષેત્ર બની રહ્યુ છે. દક્ષિણ ચીની સમુદ્રમાંથી ઉભા થયેલ વાવાઝોડાની બંગાળમાં અખાતમાં અસર થઇ શકે છે અને હળવા દબાણનું એક ક્ષેત્ર બની શકે છે. આના કારણે પヘમિ બંગાળ, ઓરિસ્‍સા અને ઝારખંડના ઘણાં વિસ્‍તારોમાં બેથી ત્રણ દિવસ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ અનુસાર, આજે તેલંગાણા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓરીસ્‍સા, ઝારખંડ, પヘમિ બંગાળ, છતીસગઢ, પૂર્વોતર, બિહાર, ઉતરાખંડ, મહારાષ્‍ટ્ર, કેરળ, લક્ષદ્વીપ અને ઉતર પ્રદેશમાં હળવો વરસાદ પડી શકે છે.

ખાનગી હવામાન એજન્‍સી સ્‍કાયમેટ અનુસાર, તમિલનાડુ, રાયલસીમા, આંધ્રપ્રદેશ, તેલંગણા અને આંદામાન નિકોબારમાં હળવાથી સામાન્‍ય વરસાદ પડી શકે છે.

(1:41 pm IST)