Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

રાહુલ ગાંધીને હરિયાણામાં પ્રવેશવા નહીં દઈએ : હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે

ખેડૂતોના નામ પર રાજકારણ કરનારા કોઈ પણ કોંગ્રેસીઓને હરિયાણામાં પ્રવેશ આપવામાં આવશે નહીં

હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે કહ્યું છે કે,કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ટ્રેક્ટર પ્રવાસ દ્વારા રાજકારણ કરી રહ્યા છે, જો તેઓ હમારા રાજયમાં પ્રવેશ કરશે તો તેઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. ખેડૂતોના નામ પર રાજકારણ કરનારા કોઈ પણ કોંગ્રેસીઓને હરિયાણામાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

પહેલા પણ પંજાબના કોંગ્રેસી નેતાઓએ બે વાર હરિયાણામાં ઘુસીવાનું પ્રયાસ કર્યો હતો પરતું તેઓને પ્રવેશ આપવામાં આવ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં વિઝએ જણાવ્ચું છે કે, કોંગ્રેસ વારવાર ભ્રામક પ્રચાર કરી રહી છે. હવે રાહુલ ગાંધી ટ્રેક્ટર પ્રવાસ દ્વારા પંજાબથી હરિયાણા સુધીનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પહેલા પણ પ્રાયોજિત કોંગ્રેસીઓને હરિયાણામાં પ્રવેશવાની મંજૂરી હોતી અને તે પછી ભેસ બંધુઓએ હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો જે નિષ્ફળ ગયો હતો. જયારથી તેઓ કોંગ્રેસની સત્તામાંથી દુર ગયા છે ત્યારથી તેઓ કામ કરી રહ્યા છે. અત્યાર સુધી કોંગ્રેસ તમામ મુદ્દાઓ પર નિષ્ફળ રહી છે અને ખેડૂતોને ભડકાવવાનું કામ પણ આગળ વધ્યું નથી

વિઝે જણાવ્યું છે કે, ખેડુતો સમજી ગયા છે કે તો મંડી બંધ થઈ રહી છે કે તો એમ.એસ.પી. ખતમ થઈ રહ્યું છે. ગૃહ મંત્રી વિઝે જણાવ્યું હતું કે, વિવાદિત સ્ટ્રક્ચર ડિમોલિશન કેસમાં કોર્ટનો નિર્ણય સરાહનીય છે અને હવે કોંગ્રેસના નેતાઓએ ચોકમાં ઉભા રહી માફી માંગવી જોઈએ. .

(12:09 am IST)