Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ત્રણ જાણીતા ખેલાડીઓને આપી ટિકીટ

પહેલવાન યોગેશ્વર દત્ત,હોકીના સંદીપસિંહ અને બબીતા ફોગટને મેદાનમાં ઉતાર્યા

હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીને  લઈને ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ માટે 78 ઉમેદવારોની યાદી જારી કરી દેવાઈ છે. આ યાદીમાં 9 મહિલા ઉમેદવારોને પણ ટિકીટ આપવામાં આવી છે. વધુમાં 3 ખેલાડીઓને પણ ટિકીટ ભાજપે આપી છે.

આંતરરાષ્ટ્રીય પહેલવાન યોગેશ્વર દત્તને સોનીપત જિલ્લાની બડોદા વિધાનસભા ક્ષેત્રથી ટિકીટ આપવામાં આવી છે. ભારતીય હોકી ટીમના પૂર્વ કપ્તાન સંદીપ સિંહને કુરુક્ષેત્રથી ટિકીટ આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય મહિલા પહેલવાન બબીતા ફોગાટ દાદરીથી ચૂંટણી લડશે. આમ ખેલાડીઓને પણ હરિયાણા વિધાનસભા જીતવા માટે ઉતારવામાં આવ્યા છે.

(12:00 am IST)