Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

અક્ષર નહિ સુધારતા કોર્ટે ફટકાર્યો ડોક્ટરને દંડ

રિપોર્ટમાં અક્ષર સ્પષ્ટ અને સરળ હોવાની રાખવા સર્ક્યુલર છતાં કોઈ સુધારો નહીં થતા કોર્ટે આકરા પાણીએ

 

લખનૌ ;ડોક્ટરોના અક્ષયે વાંચવા મોટાભાગે મુશ્કેલ હોય છે ત્યારે અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે ચિકિત્સા અને સ્વાસ્થ્ય સેવાઓના ડિરેક્ટર જનરલ અને કોર્ટના આદેશ પછી પણ ડોક્ટર્સ દ્વારા મેડિકો લીગલ રિપોર્ટ તૈયાર કરતા સમયે લખાણમાં ધ્યાન રાખવામાં એક ડોક્ટરે પાંચ હજાર રુપિયાનો દંડ ફટકાર્યો છે.

  કોર્ટે કહ્યું કે વારંવાર આદેશ આપવામાં આવે છે કે ડોક્ટર પોતાના લખાણમાં સરળ શબ્દો અને સ્પષ્ટતા રાખે પરંતુ વારંવાર એવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે જેમાં ડોક્ટર્સના લખાણને સમજવામાં ન્યાયાધીશ, સરકારી અને પ્રાઈવેટ વકીલો માટે મુશ્કેલીભર્યું છે.
અનેકવાર ઘરમાં સૌથી ખરાબ અક્ષરની ચર્ચા થતી હોય છે ત્યારે ડોક્ટર્સનું નામ લેવામાં આવે છે. જોકે, ખરાબ લખાણને સુધારવાનો કોર્ટે આદેશ પણ કર્યો હતો. જેની પર ડીજીએ સર્ક્યુલર પણ જાહેર કર્યું હતું. જોકે, પછી પણ સુધારો જોવા મળતાં લખનૌ હાઈકોર્ટે એક ડોક્ટરને દંડ ફટકાર્યો હતો. આટલું નહિ ડોક્ટરને ત્રણ અઠવાડિયાની અંદર બાર એસોસિએશનની લાઈબ્રેરીમાં દંડ જમા કરાવવાનો આદેશ પણ આપ્યો છે.

   25 સપ્ટેમ્બરના રોજ અરજી પર સુનાવણી કરતાં અરજીકર્તા તરફથી રજૂ કરાયેલો ઈન્જરી રિપોર્ટ વાંચી શક્યાં નહોતાં. કોર્ટે ન્યાય પ્રક્રિયામાં વિક્ષેપ માનતાં રિપોર્ટ તૈયાર કરનાર સીતાપુર જિલ્લા હોસ્પિટલના ડોક્ટર્સને સસ્પેન્ડ કર્યા હતાં. રિપોર્ટ તૈયાર કરનાર પિયૂષ કુમાર જ્યારે કોર્ટમાં આવ્યા ત્યારે તેને મામલે પૂછવામાં આવતા કહ્યું કે કામની વ્યસ્તતાના કારણે તેનાથી આવું થઈ ગયું હતું. કોર્ટે કહ્યું કે આવું બહાનું નહિ ચાલે. કોર્ટે પાંચ હજાર રુપિયાનો દંડ ફટકાર્યો હતો.
  
અત્રે ઉલ્લેખનીય છે કે કોર્ટના આદેશ અનુસાર ડીજીએ 8 નવેમ્બર 2012ના રોજ સર્ક્યુલર જાહેર કરીને પ્રદેશના દરેક સરકારી ડોક્ટર્સને આદેશ અપાયો હતો કે મેડિકો લીગલ રિપોર્ટ્સ તૈયાર કરતી સમયે વાતનું ધ્યાન રાખવામાં આવે કે અક્ષર સ્પષ્ટ હોવા જોઈએ જેથી જજ, સરકારી વકીલ અથવા ડિફેન્સના વકીલ દ્વારા વાંચી શકાય.
  
કોર્ટે કહ્યું કે,’ડોક્ટર મેડિકો લીગલ પોતાના માટે તૈયાર નથી કરતાં પરંતુ પ્રયોગ કોર્ટમાં પણ થાય છે.’ કોર્ટે એવો પણ આદેશ આપ્યો હતો કે રિપોર્ટમાં સાધારણ શબ્દનો ઉપયોગ કરવો અને સંક્ષિપ્ત શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. જે ડોક્ટરે રિપોર્ટ તૈયાર કર્યો હોય તેનું નામ અને હસ્તાક્ષર રિપોર્ટ પર ફરજિયાત હોવા જોઈએ.

(12:52 am IST)