Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

શિકાગોના જાણીતા સમાજ સેવક અને બ્લાઇન્ડ ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયાના સ્થાપક ડો. મનુ વોરાને તાજેતરમાં મુંબઇમાં યોજવામાં આવેલ એક ઝળહળતા સમારંભમાં સમગ્ર વિશ્વમાં માનવજાત પ્રત્યે સદ્ભાવનાનો વ્યવહાર રાખવા બદલ ભારતની અગ્રણી ટીવી ચેનલ Times Now તેમજ ICICI બેંકે NRI Of The Year Award 2018 એનાયત કર્યોઃ સમગ્ર અમેરીકામાંથી ડો. વોરાને જ આ એવોર્ડ અપાયોઃ સમગ્ર લોકોએ અભિનંદનનો વરસાદ વર્ષાવ્યોઃ ભારતીય તેમજ શુભેચ્છકોમાં પ્રસરી રહેલી આનંદની લાગણીઓ

 (કપિલા શાહ દ્વારા) શિકાગો :  સમગ્ર વિશ્વમાં માનવજાત પ્રત્યે સદ્ભાવનાનો વ્યહાર રાખવા બદલ શિકાગોના જાણીતા સામાજીક કાર્યકર અને બ્લાઇન્ડ ફાઉન્ડેશન ઓફ શિકાગોના સ્થાપક ડો. મનુ વોરાને તાજેતરમાં ભારતની અગ્રણી અંગ્રેજી ટીવી ચેનલ Times Now તેમજ ICICI બેંકના સહયોગ દ્વારા તાજેતરમાં પાંચમો NRI Of the Year Award 2018ના વર્ષનો એવોર્ડ અર્પણ કરવાનો એક ઝળહળતો સમારંભ મુંબઇમાં યોજવામાં આવ્યો હતો. તે પ્રસંગે કેન્દ્ર સરકારના રાજ્ય ગૃહપ્રધાન કિરણ રિજજુએ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી અને તેમના વરદ્ હસ્તે ડો. મનુ વોરાને આ એવોર્ડ અર્પણ કરી તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

આ અંગે જાણવા મળે છે તેમ વિશ્વના ૨૩ જેટલા દેશોમાંથી એક અંદાજ અનુસાર ૧૧પ૦૦ જેટલી અરજીઓ આવી હતી અને કુલ્લે ૨૩ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. જુદા-જુદા ૨૩ વિભાગોમાં જે એવોર્ડ આપવામાં આવ્યા તેમાં પાંચ એકેડેમીક, ચાર આર્ટ એન્ડ કલ્ચર, ચાર એન્ટ્રપ્રિન્યરમાં, ત્રણ ફીલેન્થ્રોફીમાં, ચાર પ્રોફેશનલ, એક સ્ટાર્ટઅપ, એક રમતગમત ક્ષેત્રે આગવું સ્થાન ધરાવનાર તેમજ એક સ્પેશીયલ જ્યુરી એવોર્ડનો સમાવેશ કરવામાં આવેલો હતો.

ફીલેન્થ્રોફીની કેટેગરીમાં કુલ્લે ત્રણ વ્યકિતઓને ૨૦૧૮ના વર્ષનો એવોર્ડ આપવામાં આવ્યો તે દેશોમાં મસગ્ર અમેરીકા દેશમાંથી ફકત ડો. મનુ વોરાને જ NRI of The Year 2018 અર્પણ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા અન્ય બે દેશોમાં એક મીડલ ઇસ્ટ અને બીજો યુકે તેમજ યુરોપનો સમાવેશ થાય છે.

ડો. મનુ વોરા છેલ્લા ૩૦ વર્ષથી બ્લાઇન્ડ ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયાના સ્થાપક છે અને તેઓ તે ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં કાર્ય કરી રહેલ છે. અત્યાર સુધીમાં તેમણે જનતાના સહયોગથી ચાર મીલીયન જેટલા ડોલરો અનુદાનમાં મેળવીને તે તમામ નાણાંનો ઉપયોગ ભારતમાં અંધાપો દૂર કરવાના કાર્યમાં કરેલ છે. અત્યાર સુધીમાં તેમણે ૧૨૮ જેટલી ફરતી વાનો ડોકટરો તથા દર્દીઓની સગવડતા માટે જનસમુદાયના સહયોગથી ભારતમાં અર્પણ કરેલ છે. અને તેમણે અનેક પ્રકારની ભિન્ન ભિન્ન પ્રકારની સામાજીક સેવાઓ શરૂ કરેલ છે અને ભારતીય જનતાના લોકો તેમાં ઉદાર દિલે નાણાંકીય સહયોગ આપી તે પ્રોજેકટને પરિપૂર્ણ કરવાના કાર્યમાં મદદ કરે છે જે અભિનંદનને પાત્ર છે.

(11:20 pm IST)