Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

અમેરિકાના EB-5 વિઝા મેળવવા માટેની મુદતમાં વધારો : 30 સપ્ટે ના બદલે હવે 7 ડિસે સુધીમાં રોકાણ કરવાથી વિદેશીઓને ગ્રીન કાર્ડ અપાશે

વોશિંગટન : અમેરિકામાં 10 લાખ ડોલર અથવા કોઈ એક ક્ષેત્રમાં 5 લાખ ડોલરનું રોકાણ કરવાથી વિદેશીઓને અપાતા EB-5 વિઝા મેળવવા માટેની મુદતમાં વધારો કરાયો છે.જે માટેની છેલ્લી તારીખ 30 સપ્ટે હતી તે 7 ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવી છે.

EB-5 પ્રોગ્રામ હેઠળ ગ્રીનકાર્ડ અપાય છે. વિદેશી રોકાણકારો અમેરિકામાં રોકાણ કરે અને ઓછામાં ઓછા અમુક સંખ્યામાં અમેરિકનોને રોજગાર આપે તેવા વિદેશી રોકાણકારોને ગ્રીનકાર્ડ અપાય છે. આ વિઝાકાર્યક્રમ હેઠળ જે એક્સ્ટેન્શન આપવાનું ઠરાવાયું છે એ બિલ ઉપર હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા છે. EB-5 રિજનલ સેન્ટર પર્મેનન્ટ રેસિડન્ટ પ્રોગ્રામની આખરી તારીખ 30 સપ્ટેમ્બર હતી, જે  હવે છેલ્લી તારીખ 7 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

(11:17 pm IST)