Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

એક સાંસદ પર વાર્ષિક 72 લાખ રૂપિયાનો વાર્ષિક ખર્ચ !: RTIમા ચોંકાવનારો ખુલાસો

2014-15થી માંડીને 2017-18ની વચ્ચે રાજ્યસભા સભ્યોનાં વેતન અને ભથ્થા માટે 4,43 અબજની ચુકવણી

 

નવી દિલ્હી :સરકાર એક સાંસદ પર એક વર્ષમાં આશરે 72 લાખ રૂપિયા ખર્ચ કરે છે એટલે કે 6 લાખ રૂપિયા મહિના. ગત્ત ચાર વર્ષોમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદો પર 15.54 અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી ચુક્યો છે

  માહિતી અધિકાર (આરટીઆઇ) માં ખુલાસો થયો છે કે ગત્ત ચાર વર્ષોમાં લોકસભા અને રાજ્યસભાા સાંસદોનાં પગાર ભથ્થા પર સરકારી ખજાનામાંથી કુલ 19.97 અબજ રૂપિયાની રકમ ખર્ચ કરવામાં આવી છે. ચુકવણીનો હિસાબ કરીએ તે દરેક લોકસભા સાંસદે પ્રત્યે વર્ષે સરેરાશ 71.29 લાખ રૂપિયાનાં વેતન-ભથ્થા  પ્રાપ્ત કર્યા, જ્યારે દરેક રાજ્યસભા સાંસદને મદમાં પ્રત્યેક વર્ષ સરેરાશ 44.33 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી

    મધ્યપ્રદેશનાં નીચમ નિવાસી આરટીઆઇ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે જણાવ્યું કે, લાંબી મશક્કત બાદ તેમને માહિતીના અધિકાર હેઠળ અલગ-અલગ અરજીઓ પર મહત્વની માહિતી મળી છે. આરટીઆઇ પર લોકસભા સચિવાલય દ્વારા માહિતી પુરી પાડવામાં આવી છે.

  જે આંકડાઓ અનુસાર વર્ષ 2014-15થી 2017-18ની વચ્ચે સંસદનાં આ નિચલા સદનનાં સભ્યોનાં વેતન અને ભથ્થાની ચુકવણી માટે 15,54,20,416 (15.54 અબજ) રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા

(10:25 pm IST)