Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

એર ઇન્ડિયાની ફ્લાઇટથી પાંચ શંકાસ્પદની અટકાયત : યાત્રીની ફરિયાદ બાદ કાર્યવાહી

જોધપુર પહોંચતા સુરક્ષાકર્મીઓએ વિમાનને ઘેરી લીધું :આરોપીઓની પુછપરછ શરુ

જોધપુર : એર ઇન્ડિયાની મુંબઇ-જોધપુર ફ્લાઇમાં એક યાત્રીની ફરિયાદ બાદ પાંચ શંકાસ્પદ યુવકોને કસ્ટડીમાં લેવાયા છે આતંકવાદી ગતિવિધિઓમાં સંડોવાયેલા હોવાની આશંકાના કારણે તમામ પુછપરછ કરવામાં આવી રહી છે. હાલ સુરક્ષા એજન્સીઓએ અંગે કોઇ પ્રકારની  માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો છે. અન્ય તમામ યાત્રિઓને બે કલાકના સંશોધન બાદ વિમાનથી બહાર જવા દેવામાં આવ્યા

   જાણવા મલ્યા મુજબ એર ઇન્ડિયાની મુંબઇથી જોધપુર જતી ફ્લાઇટ નંબર 645માં 169 યાત્રી બેઠેલા હતા.એક યાત્રીએ ક્રુ મેંબરને માહિતી આપી કે તેની બાજુમાં બેઠેલા પાંચ યુવકોની ગતિવિધિઓ શંકાસ્પદ લાગી રહી છે. આતંકવાદી હોઇ શકે છે. પાયલોટે એટીસી જોધપુરને માહિતી આપતા જોધપુરમાં રહેલા સીઆઇએસએફનાં જવાનો હરકતમાં આવી ગયા

   એર ઇન્ડિયાની ફ્લાઇટના જોધપુર પહોંચતાની સાથે સુરક્ષા કર્મચારીઓએ વિમાનને પોતાનાં ઘેરામાં લઇ લીધું. આશરે 45 મિનિટ સુધી વિમાનનાં દરવાજા પણ નહોતા ખોલવામાં આવ્યા. દરમિયાન તમામ 169 યાત્રીઓ ગભરાયેલી હાલતમાં બેઠા રહ્યા. ક્રૂ મેંબરે પણ દરમિયાન તેમને કોઇ પણ માહિતી નહોતી આપી

   તેમણે પાંચ શંકાસ્પદ યુવક અશોક, સાગર, પ્રસન્ન, મુરલી અને ગંગાધરની પુછપરછ માટે કસ્ટડીમાં લઇ લીધા અને તેમનાં લઇને બહાર ગયા. અન્ય તમામ યાત્રીઓને વિમાનમાં બેસાડી રાખવામાં આવ્યા હતા

(9:54 pm IST)