Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ફરીદાબાદની બી.કે. હોસ્પિટલમાં અેક્સ-રે પાડતા દર્દીના પેટમાં સ્ટીલનો ગ્લાસ દેખાયોઃ પરિવારજનો ઓપરેશનની ના પાડે છે.

ફરીદાબાદ: ફરીદાબાદની બી.કે. હોસ્પિટલમાં પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરનારા એક વ્યક્તિની જ્યારે તપાસ કરવામાં આવી અને જે ખુલાસો થયો તે અત્યંત ચોંકાવનારો હતો. એક્સરે કરવાથી ખબર પડી કે તેના પેટમાં એક સ્ટીલનો ગ્લાસ છે, જે તેના મોટા આંતરડામાં ફસાઈ ગયો છે. દર્દીની સ્થિતિ જોઈને ડોક્ટર્સે તેને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવાની સલાહ આપી છે.

ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, ડબુઆ કૉલોનીમાં રહેતા 30 વર્ષના એક વ્યક્તિને શુક્રવારે સાંજે 7 વાગ્યે પેટમાં દુ:ખાવો થતો હોવાને કારણે બી.કે.હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. ડો. ઉપેન્દ્ર અને ડો. સંદીપ અગ્રવાલે તપાસ માટે એક્સરે રિપોર્ટ કરાવ્યો તો જાણવા મળ્યું કે તેના પેટમાં એક સ્ટીલનો ગ્લાસ છે.

ડોક્ટર્સનું કહેવુ છે કે, લગભગ 7 દિવસ પહેલા દર્દીના મળદ્વારના માધ્યમથી ગ્લાસ તેના પેટમાં જતો રહ્યો અને આંતરડામાં ફસાઈ ગયો. તેનાથી તેને કબજિયાતની સમસ્યા ઉભી થઈ હતી અને પેટમાં દુખાવાની ફરિયાદ કરતો રહેતો હતો. દર્દીના પરિવારના લોકોએ ઓપરેશન કરવાની ના પાડી દીધી.

હવે દર્દીને દિલ્હીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. ડો. સંદીપ જણાવે છે કે, દર્દીએ પોતે ડોક્ટર્સને જણાવ્યું કે ગ્લાસ બળજબરીપૂર્વક નાખવામાં નથી આવ્યો. હવે ગ્લાસ કઈ રીતે પેટમાં પહેંચ્યો તે એક તપાસનો વિષય છે.

(5:27 pm IST)