Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

૧૨ ઓક્ટોબરથી મુંબઇ-ગવા વચ્‍ચે ક્રુઝ સર્વિસનો પ્રારંભઃ સમુદ્રમાંથી સનસેટ અને સનરાઇઝ જોવાનો લ્હાવો મળશે

છેલ્લા કેટલાંય સમયથી મુંબઈ-ગોવા વચ્ચે ક્રૂઝ શરૂ થવાનો ગણગણાટ હતો. ફાઈનલી 12મી ઓક્ટોબરથી 30 વર્ષ પછી ક્રૂઝ ફરીથી યાત્રીઓને સમુદ્રની સહેર કરાવવા તૈયાર છે. અત્યારે મુંબઈના ઈન્દિરા ડોક્સમાં તે પોતાની પ્રથમ સફર શરૂ કરવા થનગની રહી છે.

ઘણી વાર તારીખો પાછી ઠેલાયા બાદ હવે 12 ઓક્ટોબરથી મુંબઈ-ગોવા ક્રૂઝ શરૂ થશે. તે 16 કલાકની સફર મુંબઈના ઈન્દિરા ડૉકના પર્પલ ગેટથી સાંજે 5 વાગ્યે શરૂ કરશે અને સાઉથ ગોવાના મોર્મુગાંવ ડૉક પર બીજા દિવસે સવારે 9 વાગે પહોંચશે. આનો ફાયદો છે તમને સમુદ્રમાં સનસેટ અને સનરાઈઝ બંને જોવાનો લ્હાવો મળશે.

આંગ્રિયા નામની ક્રૂઝમાં ડેક છે અને તેમાં ઓછામાં ઓછા 399 પેસેન્જર્સને સમાવવાની કેપેસિટી છે. 20 વર્ષ જૂનુ શિપ જાપાનમાં બનાવવામાં આવ્યું હતું. તમે અત્યારે પણ ક્રૂઝમાં કેટલાંક જાપાનીઝ એલિમેન્ટ જોઈ શકશો.

ક્રૂઝમાં 104 કેબિન્સ છે. તેમાં કોમન રૂમથી માંડીને ફેમિલી રૂમ્સ અને સ્વીટ્સ અવેલેબલ છે. કેટલાંક રૂમમાંથી દરિયાનો વ્યૂ દેખાય છે તો કેટલાંકમાંથી નથી દેખાતો. બધા રૂમની સાઈઝ અલગ અલગ છે.

તમને 16 કલાકની જર્ની દરમિયાન ત્રણ મીલ આપવામાં આવશે જેમાં સાંજના નાસ્તા, ડિનર અને બ્રેકફાસ્ટનો સમાવવેશ થાય છે. ક્રૂઝની બે રેસ્ટોરાં પર તમને ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ અને કોંકણી ફૂડ મળશે. ઉપરાંત અહીં બાર પણ આવેલા છે જ્યાં તમે મન મૂકીને પાર્ટી કરી શકો છો.

જો તમે દરિયાનો વ્યુ જોઈને કંટાળી જાવ તો તમારા મનોરંજન માટે ક્રૂઝ પર પૂલ પણ છે. ઉપરાંત ત્યાં સ્પા, મેનિક્યોર- પેડિક્યોર માટેના કાઉન્ટર્સ છે. ઉપરાંત ત્યાં કોઝી રીડીંગ રૂમ પણ છે.

(5:27 pm IST)