Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

હવામાન ખાતાનું વરસાદનું અનુમાન ખોટું ઠર્યુ

દેશભરમાં સામાન્ય વરસાદની આગાહી કરી'તી : સરેરાશ કરતા ૯.૪ ટકા ઓછા વરસાદ સાથે ચોમાસાની વિદાઇ

નવી દિલ્હી તા. ૧ : IMDએ આગાહી કરી હતી કે આ વર્ષે દેશભરમાં સામાન્ય વરસાદ રહેશે. પરંતુ રવિવારના રોજ ૯.૪ ટકા ઓછા વરસાદ સાથે ચોમાસાએ વિદાય લીધી, જેનાથી નેશનલ વેધર એજન્સીની આગાહી સામે પ્રશ્નો ઉભા થાય છે. પાછલા થોડાક વર્ષમોમાં IMDની આગાહી ઘણી અકયુરેટ થઈ ગઈ હતી, પરંતુ આ વર્ષે IMD દ્વારા કરવામાં આવેલી સામાન્ય ચોમાસાની આગાહી ઘણી ખોટી સાબિત થઈ. ચોમાસુ સામાન્ય કરતા પણ ઓછા વરસાદ સાથે પસાર થઈ ગયુ.

IMDના લીડ મોનસૂન ફોરકાસ્ટર ડી.શિવાનંદા જણાવે છે કે, સપ્ટેમ્બરમાં વરસાદ ઓછો પડ્યો હોવાને કારણે આ અચોક્કસતા જણાઈ રહી છે. અમે સપ્ટેમ્બરમાં ૯૦-૯૧ ટકા વરસાદ પડવાની આગાહી કરી હતી. પરંતુ ઉત્ત્।રપશ્યિમ પેસિફિકમાં હાઈ કન્વેકશન એકિટવિટીને કારણે વરસાદ નથી પડ્યો.

એપ્રિલ અને મે મહિનાની આગાહીમાં IMDએ LPAના ૯૭ ટકા વરસાદની આગાહી કરી હતી. ૩ ઓગસ્ટના રોજ કરવામાં આવેલી આગાહીમાં IMDએ કહ્યુ હતું કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ૯૫ ટકા વરસાદ પડી શકે છે. પરંતુ આ સમય દરમિયાન વાસ્તવમાં ૮૭ ટકા જ વરસાદ પડ્યો. જો પ્રાઈવેટ ફોરકાસ્ટર સ્કાયમેટની વાત કરીએ તો, આ સંસ્થા દ્વારા આ વર્ષે ૧૦૦ ટકા વરસાદ આવશે તેવી આગાહી કરી હતી.પહેલી ઓગસ્ટના રોજ સ્કાયમેટ દ્વારા પોતાની આગાહીમાં સુધારો કરીને કહેવામાં આવ્યું કે, વરસાદ સામાન્ય કરતા પણ ઓછો એટલે કે ૯૨ ટકા જેટલો હશે. અને તેમની આ આગાહી સાચી પણ પડી છે. જો કે સ્કાયમેટ દ્વારા ઓગસ્ટમાં નબળુ ચોમાસુ હોવાની અને સપ્ટેમ્બરમાં વધારે વરસાદ હોવાની આગાહી કરી હતી. પરંતુ ઓગસ્ટમાં સારો વરસાદ પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે IMDની રાષ્ટ્રીયકક્ષાની આગાહી કરતા ક્ષેત્રિય આગાહી વધારે અકયુરેટ સાબિત થઈ છે. ડિપાર્ટમેન્ટની આગાહી હતી કે નોર્થવેસ્ટ ઈન્ડિયામાં આ વર્ષે સારો વરસાદ પડશે, અને વાસ્તવમાં પાછલા પાંચ વર્ષમાં આ વર્ષે બેસ્ટ ચોમાસુ હતુ.

(4:21 pm IST)