Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

અબ આયા ઉંટ પહાડ કે નીચે

નીરવની ૬૫૭ કરોડની સંપત્તિ જપ્ત

ઇડીનો સપાટો : ભારત સહિત ૫ દેશોમાં કાર્યવાહી

નવી દિલ્હી તા. ૧ : પંજાબ નેશનલ બેંકમાં દેશના સૌથી મોટા બેકીંગ કૌભાંડને અંજામ આપવાના મુખ્ય આરોપ નીરવ મોદી વિરૂધ્ધ ભારત સહિત ૫ દેશોમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નીરવ મોદી અને તેના પરિવારની ૬૩૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ઇડીએ એજન્સીને કહ્યું છે કે, પ્રોપર્ટી, જવેલરી, ફલેટ્સ અને બેંક બેલેન્સને ભારત, બ્રિટન અને અમેરિકા સહિત અન્ય દેશોમાં જપ્ત કરવામાં આવી છે. એવા અનેક કેસ છે. જેમાં ભારતીય એજન્સીઓએ વિદેશોમાં આપરાધિક કેસમાં સંપત્તિઓને જપ્ત કરવામાં આવી છે.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એકટ હેઠળ ઇડીએ ન્યુયોર્કમાં નીરવ મોદીની ૨૧૬ કરોડ રૂપિયા મૂલ્યની ૨ અચળ સંપત્તિ જપ્ત કરી છે. એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ મામલે મની લોન્ડ્રીંગના આરોપી આદિત્ય નાણાવટી વિરૂધ્ધ ઇન્ટરપોલ રેડકોર્નર નોટીસ જાહેર કરી છે. નીરવ મોદી અને તેના મામ મેહુલ ચોકસીએ - પીએનબીમાં અંદાજે ૧૪ હજાર કરોડ રૂપિયાના કૌભાંડને અંજામ આપ્યો છે. કૌભાંડનો પર્દાફાશ થયા પહેલા બંને આ વર્ષે જાન્યુઆરીમાં દેશ છોડીને ભાગી ગયા હતા.

આ સિવાય આવકવેરા વિભાગે પણ કરચોરીની તપાસમાં ગીતાંજલિ જેમ્સ એના પ્રમોટર મેહુલ ચોકસી અને અન્ય નવ લોકોના બેંક ખાતાઓ સીલ કર્યા હતા. આવકવેરા વિભાગે નિરવ મોદી અને તેના પરિવારજનો તેમજ તેનાથી સંબંધિત લોકોની ૨૯ સંપત્તિઓ જપ્ત કરી હતી અને ૧૦૫ બેંક ખાતાઓની લેણદેણ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

(4:21 pm IST)