Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ગ્રાહકો માટે આકર્ષક ઓફર

એમેઝોન-ફ્લિપકાર્ટ વિના વ્યાજે ખરીદી માટે ૬૦,૦૦૦ રૂપિયા સુધી આપશે ઉધાર

નવી દિલ્હી, તા.૧: આ ફેસ્ટીવ સિઝનમાં રૂપિયાની તંગીના કારણે તમારે સ્માર્ટફોન કે ન્ચ્ઝ્ર ટીવી ખરીદવાનો પ્લાન કેન્સલ નહીં કરવો પડે. ભારતના સૌથી મોટા ઓનલાઈન રિટેલર્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ ગ્રાહકોની સુવિધા માટે ઘણા ઓપશન્સ આપી રહ્યા છે. આ પ્લેટફોર્મ્સ પર ખરીદી માટે ૬૦,૦૦૦ રૂપિયા સુધી વિના વ્યાજે ઉધાર પણ આપે છે.

તહેવારની સિઝનમાં કંપનીઓ ગ્રાહકોને આકર્ષક ડિસ્કાઉંટ ઓફર આપવા જઈ રહી છે. ૧૦ ઓકટોબરથી એમેઝોન પોતાનો સૌથી મોટો એન્યુઅલ ફેસ્ટિવ સિઝન સેલ શરૂ કરવા જઈ રહ્યું છે. આ દરમિયાન ફિલ્પકાર્ટનો પણ શ્નબિગ બિલિયન ડે'સેલ શરૂ થશે. એમેઝોન ઈંડિયાના કેટેગરી મેનેજમેન્ટ વાઈસ પ્રેસિડેન્ટ મનીષ તિવારીએ કહ્યું કે, '૧૦ કરોડ ગ્રાહકોને ઓનલાઈન ખરીદી માટે લાવવાના ઉદ્દેશ માટે નવા પેમેન્ટનો વિકલ્પ બહુ મહત્વપૂર્ણ છે.'

ગ્રાહક ફ્લિપકાર્ટ અને એમેઝોન મોબાઈલ એપ દ્વારા ઉધાર લઈ શકે છે. એપમાં સાઈન ઈન કર્યા બાદ PAN અને આધાર નંબર નાખીને જાણી શકાય છે કે તમને કેટલું ઉધાર મળશે. આ રકમ ગ્રાહકોના શોપિંગ પેટર્ન અને પેમેન્ટ હિસ્ટ્રી પર આધાર રાખે છે.

દિલ્હીના એક મીડિયા એકિઝકયુટિવ ડોલા મજૂમદારે કહ્યું કે, મને એમેઝોન પર ૫૦ હજાર રૂપિયાનું ક્રેડિટ મળે છે. મેં મારા પિતા માટે શર્ટ ખરીધા છે અને EMI રૂપે બિલ ચૂકવીશ. આ સિવાય રિટેલર્સ ડેબિટ કાર્ડ પર EMI, નો કોસ્ટ EMI અને પેબેક ગેરંટી જેવી સુવિધા આપે છે.

(4:19 pm IST)