Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

કાશ્મીરમાં આતંકવાદીઓની ખુલ્લી ધમકી

ચુંટણીમાંથી નામ પાછા ખેંચો નહીતર પરિણામ ભોગવવા તૈયાર રહો

શ્રીનગર તા.૧: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોએ પંચાયત ચુંટણીમાં દખલ કરવાની પ્રયત્નો શરૂ કરી દીધા છે. સોમવારે આતંકવાદી સંગઠન લશ્કરએ તૈયબાએ પોલીસ અને એસપીઓ પછી હવે રાજકીય પક્ષોના ઉમેદવારોને પોતાના નામ પાછા ખેંચવાની ધમકી આપી છે. એક વીડીયો મેસેજ બહાર પાડીને ચુંટણીમાં ભાગ લેનાર ઉમેદવારોને ૩ દિવસમાં પોતાનું નામ પાછુ ખેંચી લેવાની ચેતવણી આપીને પરિણામ ભોગવવા તૈયાર રહેવા કહ્યુ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા હિજબુલ મુજાહીદીનના આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીર પોલીસ અને એસપીઓ તરીકે નોકરી કરવાવાળાઓને નોકરી છોડી દેવા ધમકી આપી હતી.છેલ્લા કેટલાક સમયથી ખીણમાં સુરક્ષા બળો દ્વારા ઓપરેશન ઓલ આઉટમાં કેટલાય આતંકવાદીઓનો ખાતમો કરાઇ રહ્યો છે એટલે આતંકવાદીઓએ ખીણના યુવાનોને પોલીસની નોકરી છોડી દેવાની ચેતવણી આપી હતી.તેના બીજા દિવસેજ જમ્મુ કાશ્મીર પોલીસના સગાઓના અપહરણ કરાયા હતા જો કે પછી તેને છોડી મુકાયા હતા.

(4:11 pm IST)